પાટણ જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા રૂ.૨.૧૫ લાખ મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવાયા

૪૭૫ જેટલા કર્મચારી અને અધિકારીશ્રીઓએ પોતાનો એક દિવસના પગાર જેટલી રકમનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કર્યો
માહિતી બ્યુરો, પાટણ: કોરોના વાયરસ મહામારી સમયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં ફાળો આપવા હાકલ કરવામાં આવી હતી. જેના પગલે પાટણ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના શાખાના કર્મચારીશ્રીઓ દ્વારા એક દિવસનો પગાર જમા કરાવવામાં આવ્યો છે.
પાટણ જિલ્લા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ. શાખાના પાટણ અને સરસ્વતી તાલુકાની ૪૦૦ આંગણવાડી કાર્યકર તેમજ જિલ્લા અને તાલુકા કચેરીના આઈ.સી.ડી.એસ. કચેરીના ૭૫ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા એક દિવસના પગારના રૂ.૨.૧૫ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવામાં આવ્યા છે. આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી દ્વારા રાહત ફંડ માટે એકઠી કરેલી રકમનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.