પાટણ જિલ્લા પોલીસે વાહન ચાલકોને ફ્રીમાં હેલમેટ આપ્યાં
પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. પાટણ શહેરમાં ફરતા વાહન ચાલકોને પોલીસે હેલ્મેટનું મફતમાં વિતરણ કર્યુ હતુ. દાતાઓના સહયોગથી ૧૦૦ જેટલા વાહના ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. દ્વીચક્રી વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરવાના હોવા છતાં કાયદાનું પાલન કરતા નથી. અને જીવ જોખમમાં મૂકે છે.
આથી પોલીસે હેલ્મેટ પહેરોને દંડથી બચો એવું અભિયાન છેડ્યું છે. પાટણ એસ.પી. અક્ષયરાજે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે સમજાવ્યા હતા અને દંડ વસુલવાના બદલે લોકોમાં જાગૃતિ ફેલાવીને હેલ્મેટ આપવાનું કામ કર્યું હતું.