Western Times News

Gujarati News

પાટણ જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા સહાયક અધિક્ષકશ્રી ડી.આર.વઢેરનો વિદાય સમારંભ યોજાયો

માહિતી બ્યુરો, પાટણ:  પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ડી.આર.વઢેરને કચેરી અધિક્ષક તરીકે બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા શ્રી વઢેરને વિદાયમાન આપવામાં આવી.

આ પ્રસંગે માહિતી કચેરીના ટેક્નિકલ આસિસ્ટન્ટશ્રી એસ.જી.પટેલે જણાવ્યું કે, શ્રી વઢેરની કાર્ય કુશળતા અને નિયમિતતા પ્રશંસનીય છે. સૌમ્ય સ્વભાવ ધરાવતા અને કચેરી કાર્યના અનુભવી શ્રી વઢેર કચેરીની વહિવટી કામગીરીમાં ખંતપૂર્વક ગુંથાયેલા રહેતા, તેમનું કચેરીના સ્ટાફ સાથે સંકલન અને વ્યવહાર હંમેશા શાલિન રહ્યો છે. બઢતીના સ્થળે તેમને સોંપવામાં આવનાર કામગીરી તેઓ કુશળતાથી કરી શકશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.

પાટણ માહિતી કચેરીના સુપરવાઈઝરશ્રી ડી.પી.પટેલ અને વિડિયોગ્રાફરશ્રી બી.પી.બુસાએ શ્રી ડી.આર.વઢેર સાથેના કચેરી દરમ્યાનના અનુભવો વર્ણવી તેમની ધીરજ, મુંઝવણભર્યા વહિવટી પ્રશ્નો હલ કરવાની આવડત અને સમયપાલનની સરાહના કરી. કચેરીના સ્ટાફ દ્વારા શ્રી વઢેરને શ્રીફળ, સાકર અને શાલ અર્પણ કરી નોકરીના આગામી આયામ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, પાટણના માહિતી મદદનીશશ્રી કૌશિક ગજ્જર, કેમેરામેનશ્રી સંજયભાઈ પરમાર, ડ્રાયવરશ્રી બાબુભાઈ દેસાઈ તથા શ્રી પ્રતાપજી ઠાકોર, પટાવાળાશ્રી કાનજીભાઈ દેસાઈ, વિજયભાઈ ભીલ, ફેલોશ્રી વિજયભાઈ વડલીયા તથા ચોકીદાર દલપતભાઈ ઠાકોર ઉપસ્થિત રહી કચેરીના સહાયક અધિક્ષકશ્રી ડી.આર.વઢેરને બઢતી માટે શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.