પાટણ પોલીસ અને પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશન દ્વારા ધાબળાનુ વિતરણ
ઉત્તર ગુજરાતમાં ચાલતા પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પાટણમાં વસતા નિરાધાર અને નિઃસહાય ગરીબોને કડકડતી ઠંડીમાં રાહત મળી રહે તે માટે પાટણ બી ડિવિઝન પી.આઈ શ્રી ગોસાઈ ની ઉપસ્થિતિમાં 50 જેટલાં ગરમ ધાબળાનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
પોલીસ પુત્રો દ્વારા આખા ઉત્તર ગુજરાતમાં પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશન કાર્યરત છે અને આ ફાઉન્ડેશન દ્વારા જે સેવાના કાર્યો કરવામાં આવે છે તે ખુબ જ સરાહનીય હોય છે, અગાઉ પણ દરેક જિલ્લામાં આ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને લગતા સેમિનાર,પોલીસ બંદોબસ્તમાં પાણી અને છાસનુ વિતરણ,પક્ષીઓ માટે કુંડા વિતરણ,પોલીસ પરિવારમાં રક્તદાનની જરૂરિયાત હોય ત્યાં રક્તદાન કરવું,
પોલીસ પરિવારમાં કોઈ પોલીસ કર્મી આકસ્મિક અવશાન પામે ત્યારે તેમના પરિવારમાં જરૂર લાગે ત્યાં આર્થિક મદદ કરવી,સાંસ્કૃતિક કાર્યક્રમ,બાળકો માટે રસીકરણના કેમ્પ વગેરે જેવા માનવતાના કાર્યો કરવામાં આવ્યા છે અને એમના આ સેવાના કાર્યો દ્વારા જ પોલીસ પરિવારના સંતાનોની એક અલગ જ ઓળખ ઊભી થઇ છે…પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રણજીતભાઈ,દીપકભાઈ,જયેશભાઇ અને બિસુભા દ્વારા આ કાર્યમાં મદદરૂપ થનાર દરેક અધિકારીશ્રીઓ અને લાઈન બોય્સ અજય,કવલ,પ્રશાંત,સલમાન, ગૌરાંગ,હર્ષ,અનિલ,ચિરાગ અને રજનીનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે…