પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા અબોલ જીવોની નિસ્વાર્થ સેવા
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ની સાથે સાથે અબોલ જીવોની નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રજાપતિ યુથ ક્લબના સેવાભાવી નવ યુવાનો દ્વારા શ્વાનો માટે ચોખા ઘી માંથી તૈયાર કરાયેલ પાંચ મણ જેટલા લાડુ તૈયાર કરવામાં આવ્યા છે
જે લાડુ પાટણ શહેરના વિવિધ વિસ્તારો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાપતિ યુથ ક્લબના સેવાભાવી યુવાનો દ્વારા રાત્રિના સમયે વાહનો મારફતે શ્વાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના શ્વાનો માટે પ્રજાપતિ યુથ ક્લબ પાટણ દ્વારા દર વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં કરાતી નિસ્વાર્થ સેવાકિય પ્રવૃતિને દરેક સમાજે સરાહનીય લેખાવી છે.