પાટણમાં સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ દ્વારા બનાવેલ નવીન સમિતિની બેઠક મળી
અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલ કાંકરેજ ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા
પાટણ:પાટણ મા ગરીબ બાળકો માટે છેલ્લા 3વર્ષથી ચાલતી સ્વામી વિવેકાનંદ ફ્રી ઈવનીન્ગ સ્કૂલએ પોતાના શૈક્ષણિક અને સામાજિક વિકાસ ના કાર્યક્ષેત્રનો વિસ્તાર વધે તેવા ઉમદા હેતુથી શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક અને સમાજિક વિકાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.જેમાં સામાજિક અને રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ મુકવામાં આવ્યા હતા.ત્યારે આ સમિતિના અધ્યક્ષ તરીકે કાંકરેજ ના ધારાસભ્ય એવા કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સર્કિટ હાઉસ ખાતે શૈક્ષણિક અને સામાજિક વિકાસ સમિતિની સૌપ્રથમ બેઠક મળી હતી.
જેમાં અધ્યક્ષને શાલ અને સ્વામી વિવેકાનંદનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે કમિટીના અન્ય સભ્યોનું પણ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત સમિતિના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અગામી સમયમાં આ શાળામાં આવતા બાળકો નવી ઊંચાઈઓ હાંસલ કરે તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે માધ્યમિક શાળાના બાળકોને પણ આ સંસ્થાની સેવાનો લાભ મળે તેવું આહવાન કર્યું હતું.તો યુનિવર્સિટીના કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલે શાળાને તન,મન અને ધન થી પુરેપૂરો સહકાર આપવાની તૈયારી દાખવી હતી.
આ સાથે ઉપસ્થિત જ્યેન્દ્રસિંહ રાજપૂત દ્વારા પણ સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલના યુવાનો જે પોતાનો કિંમતી સમય આવા સારા કાર્યમાં ખર્ચ કરે છે.તો આ તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે સાથે શાળાના માર્ગદર્શિકા ડો પદ્માક્ષી બેન વ્યાસે પણ શાળામાં અગામી સમયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એક પરિક્ષા લેવામાં આવે અને જેમાં 1 થી 50 નંબરે આવે તેવા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે તમામ સહકાર મળે તેવું પોતાનું મંતવ્ય જણાવ્યું હતું.અને જેતે વિષયોના તજજ્ઞો દ્વારા પણ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે તેવું સૂચન કર્યું હતું.
તો શાળાના સંચાલક વેદાંતભાઈ દવે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ થી આ શાળા કાર્યરત છે જેમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ વિશ્વ અને દેશ તેમજ રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમજ આજ ના યુવાનોમા જ્ઞાન, સંસ્કાર, શિસ્ત,રાષ્ટ્રવાદ અને નૈતિકમુલ્યો નુ સંવર્ધન થાય તે હેતુ સાથે સ્વામી વિવેકાનંદ ફ્રી સ્ટડી સર્કલ ફોર યુથ નો શુભારંભ કરવામાં આવ્યો છે.યુનેસ્કો દ્વારા પણ શાળાની નોંધ લેવામાં આવી છે.સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર થી પ્રકાશિત થતા પાક્ષીક માં પણ સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ ને સ્થાન મળ્યું છે.
તો અત્યાર સુધી જિલ્લા વહીવટી તંત્ર થી લઈ સામાજીક અને રાજકીય આગેવાનોએ પણ શાળાની મુલાકાત લીધી છે અને શાળાની કામગીરી ને બિરદાવી છે.આમ આજની બેઠકમાં ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ભારતીબેન પટેલ,વિવેકભાઈ પટેલ, મિતેષભાઈ જોષી, ગોવિંદભાઈ પ્રજાપતિ, પયોનિયર ઇન્ટરનેશલન સ્કૂલના પ્રિંન્સિપાલ લલીતભાઈ સહિત શાળાનો યુવા સ્ટાફ હાજર રહ્યો હતો.