પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મા યુવા દિન ની ઉજવણી કરવામાં આવી
આ તમામ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના કુલપતી ડો.જે જે વોરા એ યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ એ ભારતના આદ્યાત્મિક મહાપુરુષ હતા
તેમના જીવનના ગુણો માંથી એકાદ ગુણને પણ આજનો યુવા પોતાના જીવનમાં ઉતારે તો તેનું જીવન સફળ થઇ જાય . તેમણે આજના યુવાનને સામર્થ્યવાન ગણાવ્યા હતા અને તેઓને સાચી દિશા માર્ગદર્શન મળશે તો ચોક્કસ તેઓ ઉન્નત સમાજ નિર્માણ કરી શકશે, તેમણે યુનિવર્સીટી અને શિક્ષણ અંગેના કોઈપણ કામ માટે સીધા જ તેમનો સંપર્ક કરી શકો છો તેવું જણાવ્યું હતું . તેમણે આ પ્રસંગે નાસાના વૈજ્ઞાનિક દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું સૂચન સ્વીકાર્યું હતું તેનું ઉદાહરણ આપતા આ નિવેદન આપ્યું હતું.
આ પ્રસંગે બી બી એ વિભાગ મા રાજેન્દ્રનગર કોલેજના પ્રિન્સીપાલ ડો પ્રવીણભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે વિવેકાનંદ કેન્દ્રો સમાજમાં યુવાનો ને સાચી દિશા આપી રહ્યું છે તેમણે સ્વામી વિવેકાનંદ યુવા પેઢી માટે રોલ મોડેલ તરીકે હોવા જોઈએ તેમ જણાવી તેમના આદ્યાત્મિક વાદ વિશે યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું . આ સિવાય વિવિધ વિભાગોમાં સ્વામી વિવેકાનંદ ના વિચારો પર માર્ગદર્શન આપ્યું હતું જેમાં પ્રાધાપક કુલદીપ ભાઈ લોહાણા, હાર્દિકભાઈ પટેલ, જીતુભાઈ નાઈ , ડૉ. સી.પી.ભસીન વગેરે વક્તાઓએ પણ યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.