પાટનગર દિલ્હીમાં દરેક ચોથા વ્યક્તિને કોરોનાની રસી લાગશે
નવીદિલ્હી, દિલ્હીમાં પહેલા તબક્કામાં દરેક ચોથા વ્યક્તિને કોરોના વાયરસની રસી લગાવવામાં આવશે વેકસીન આવતા પહેલા સરકારે તમામ પ્રારંભિક તૈયારીઓ પુરી કરી લીધી છે. રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં રસીનું ભંડારણ કરવામાં આવશે અને મોહલ્લાથી લઇ પોલીકલીનિક સુધીમાં રસીકરણ ચલાવાશે પહેલા તબક્કામાં દિલ્હીની કુલ વસ્તીમાંથી ૨૦થી ૨૫ ટકાને રસીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે.
દિલ્હીના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વેકસીનને લઇ તમામ તૈયારીઓ કેન્દ્ર સરકારના નિર્દેશ પર કરવામાં આવી છે. કેન્દ્ર દેશમાં ૨૫થી ૩૦ કરોડ લોકોનો સમૂહ બનાવી સૌથી પહેલા રસી લગાવવાનો નિર્ણય કર્યો છે તે હેઠળ ગત ઓકટોબર મહીનામાં સમુહ બનાવી સૌથી પહેલા રસી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલા તબક્કામાં ૨૦થી ૨૫ વસ્તીને સૌથી પહેલા ટીકા લગાવવા જરૂરી છે.કારણ કે બીજા રાજયોની સંખ્યામાં દિલ્હીમાં મોટાભાગના લોકો જીવનશૈલીથી જાેડાયેલ બીમારીઓ જેવી કે ડાયાબીટીશ બી પી કેન્સર હાર્ટ કિડની લિવર વગેરેથી ગ્રસ્ત છે.દિલ્હીની કુલ વસ્તી લગભગ બે કરોડ છે આ હિસાબથી દિલ્હીમાં ૪૦થી ૫૦ લાખ લોકોને રસી લગાવી જરૂરી છે.
દિલ્હી આરોગ્ય વિભાગ અનુસાર તમામરીતની ચિકિત્સીય સંસ્થાનોની સંખ્યા લગભગ ૭૪૫ છે એક દિવસમાં અહીં ૧૦ લાખથી વધુ લોકોને રસી લગાવી શકાય છે.તાજેતરમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે દેશના તમામ વ્યક્તિઓને કોરોના વાયરસની રસી લગાવવાની જરૂરત નથી જાે કે દિલ્હી સરકાર આ નિર્ણયથી સંતુષ્ટ નથી પરંતુ અધિકારીઓનું કહેવુ છે કે જાે તમામને રસી નહીં મળે તો ઓછામાં ઓછા ૨૦થી ૨૫ ટકાને રસી લાગવી જ જાેઇએ દિલ્હીમાં પહેલા તબક્કાની તૈયારીઓ પુરી કરવામાં લેવામાં આવી છે.HS