પાટીદારોને OBCમાં ન સમાવી શકાય, અમદાવાદ આવેલા અઠાવલેનું નિવેદન
અમદાવાદ, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન ૨૦૨૪માં ભાજપ ૩૫૦ થી ૪૦૦ બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.કેન્દ્રિયમંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે ૨૦૨૪માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે, રામદાસ અઠાવલેએ કહ્યું કે ૨૦૨૪માં ભાજપ ૩૫૦ થી ૪૦૦ બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
રામદાસ અઠાવલેએ ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં અને આગામી સમયમાં ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓ તેમની પાર્ટી ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું છે. સાથે તેમને મોદી સરકારના ૭ વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી.
કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલેએ પાટીદાર સમાજને ર્ંમ્ઝ્રમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.HS