Western Times News

Gujarati News

પાટીદારો પર દાખલ રાજદ્રોહના કેસ પરત ખેંચવા માગ

અમદાવાદ, સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા રાજદ્રોહના નવા કેસ દાખલ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકાર આ કાયદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી નવા રાજદ્રોહના કેસ દાખલ થઈ શકસે નહીં. તો જે વ્યક્તિ આ કેસમાં જેલમાં બંધ છે તે પણ જામીન માટે અરજી કરી શકે છે.

હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટના આ ર્નિણયનું સ્વાગત કર્યુ છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કુલ આઠ આંદોલનકારીઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યુ કે, નિલેશ એરવાડિયા સામે કેસ પરત ખેંચાયો છે. કોંગ્રેસના યુવા નેતાએ આશા વ્યક્ત કરી કે બાકીના રાજદ્રોહના કેસ પણ પરત લેવામાં આવશે. રાજદ્રોહની કલમ રદ થવી જાેઇએ સરકાર પાસે દેશદ્રોહનો કાયદો છે, તેમ હાર્દિક પટેલે કહ્યુ હતુ.

હાર્દિકે કહ્યુ કે રાજસ્થાનમાં ગુર્જર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ પરત લેવા જાેઈએ. અલગ-અલગ રાજ્યોમાં ઘણા લોકો પર રાજદ્રોહ લગાડવામાં આવ્યો. હાર્દિક પટેલે કહ્યુ કે, કોઈ વ્યક્તિ સમાજ, યુવાનો અને રાજ્ય માટે કામ કરે તો તેના પર રાજદ્રોહ ન લગાડવો જાેઈએ.

તેનો ઉપયોગ આતંકવાદ અને નક્સલવાદ સામે થવો જાેઈએહાર્દિક પટેલે કહ્યુ કે સુપ્રીમના ર્નિણયથી દેશભક્ત, રાજભક્ત યુવાઓને લાભ થશે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, રાજદ્રોહની કલમ અંગ્રેજાેના જમાનાની છે .

પરંતુ આજે ઈંગ્લેન્ડમાં રાજદ્રોહ નથી. અંગ્રેજાે સામે લડતા લોકો સામે આ કમલ હેઠળ કાર્યવાહી થતી, આજે ભારત આઝાદ છે અને સરકારથી નારાજ લોકો તેની રજુઆત કરી શકે.તને વિરોધ નહીં દેશ ભક્તિ કહેવાય રાજધર્મ કહેવાય. સરકાર સામે બોલતા દબાવવા માટે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ધારાસભ્યો સરકારની ટીકા કરે છે તો તેમની સામે આ કેસ દાખલ થતો નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.