પાટીદાર નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જાેડાયા,પાટીલે ખેસ પહેરાવી આવકાર આપ્યો
ગાંધીનગર, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પટીલે તેમને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે હાર્દિક પટેલને કેસરી ટોપી પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતાં.
સ્ટેજ પર સી આર પાટિલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, રજનિ પટેલ, ઋત્વિજ પટેલ સાથે નૌતમ સ્વામી સહિત અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. અને હાર્દિક પટેલે સંતો ને પગે લાગી આશીર્વાદ પણ લીધા હતા.પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, વજુભાઈ તેમજ તેજશ્રી બેન પણ સ્ટેજ પર બોલવ્યા હતા. પ્રદેશ નેતાઓ એ નૌતમ સ્વામી, સહિત ના સંતો નું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલ અને સી.આર. પાટીલે નીતિન ભાઈ ને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાષ્ટ્ર સેવાના ભક્તિમય કાર્યમાં નાના સૈનિક તરીકે ભાજપમાં કામ કરવા માટે જોડાયો છું હાર્દિક પટેલે કહ્યું- “રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની ભાવનાઓ સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના કાર્યમાં એક સૈનિક તરીકે હું કામ કરીશ.
પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપનો ભાગ બનતા પહેલા જ પોતાની યોજના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેઓ “નારાજ” કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ૧૦ દિવસમાં એક કાર્યક્રમ યોજી કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરવાનો કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે મોતને ભેટેલા પાટીદાર યુવાનોના પરિવારને સરકારી નોકરી અપાવવા માટે તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સમક્ષ રજુઆત કરશે.
એ યાદ રહે કે કોંગ્રેસ સાથે લાંબી નારાજગી બાદ તેમણે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ એક સંદેશ લખ્યો હતો. ભાજપમાં સામેલ થયા બાદ હાર્દિકે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, “આજે હું એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું. હું નાના સૈનિક તરીકે કામ કરીશ. અમે દર ૧૦ દિવસે એક કાર્યક્રમ કરીશું, જેમાં કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો સહિતના ધારાસભ્યોને ભાજપમાં જાેડાવા માટે કહેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વનું ગૌરવ છે. હાર્દિકના ભાજપમાં જાેડવાને લઈ કમલમમાં પણ ઉત્સવ જેવો માહોલ જાેવા મળ્યો હતો. હાર્દિક પટેલના સ્વાગત માટે ગાંધી નગર સ્થિત ભાજપ કાર્યાલયની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં હાર્દિક પટેલને દેશભક્ત ગણાવ્યો હતો.હાર્દિક પટેલના સમર્થકો આ પ્રસંગે કમલમ ખાતે હાજર રહ્યા હતા. તો સમર્થકો દ્વારા હાર્દિક પટેલ પર ફૂલોની વર્ષા કરી કમલમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલ એવા સમયે પાર્ટીમાં જાેડાયા છે જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે.ભાજપમાં જાેડાતા પહેલા હાર્દિક પટેલે પૂજાવિધિ પણ કરી હતી સવારે ૯ વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરી હતી ત્યારબાદ ૧૦ વાગ્યે એસજીવીપી ખાતે દર્શન કર્યા હતાં અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતાં કોબા સર્કલ પાસે હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હાર્દિકના ટેકેદારો સમર્થકો હાજર રહ્યાં હતાં.
રાજ્યમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. ૨૦૧૫ માં, ૨૮ વર્ષીય હાર્દિક પટેલે પાટીદાર સમુદાય માટે અનામતની માંગ સાથે હિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ગુજરાતની તત્કાલિન ભાજપ સરકારે પટેલ, જેઓ એક સમયે ભાજપના કટ્ટર ટીકાકાર હતા, તેમની સામે રાજદ્રોહ સહિતના અનેક આરોપો હેઠળ કેસ નોંધ્યા હતા.
હાર્દિકના ભાજપમાં જાેડતા પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ આજ રોજ ભાજપમાં જાેડાયા તેમનો પણ સી આર પાટિલ દ્વારા કેસરિયો ખેસ પહેરવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જાે કે બંને માટે અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્વેતા બ્રહ્મભટ્ટ વિધાનસભાની ચુંટણીમાં મણીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતાં તાજેતરમાં શ્વેતા બ્રહ્મભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને ત્યારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં સામેલ થશે.hs2kp