પાટીદાર બિઝનેસ સમિટમાં અનેક નવા વિક્રમો થશે
ત્રીજીએ એક હજાર પ્રદર્શકો એક હજાર ફુટ રિબન કાપશે-નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક અને વૈશ્વિક જોડાણોની સુવિધાઓ માટે સમિટનું ખાસ આયોજન કરાયુ
અમદાવાદ, સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૦નું તા.૩જી જાન્યુઆરીએ ૧૦૦૦ પ્રદર્શકો દ્વારા ૧૦૦૦-ફુટ લાંબી રિબન કાપી સમીટ નું ઉદ્દઘાટન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે, જેને લઇ એક વિશેષ રિબન-કટીંગ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૦ એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રિ-રજિસ્ટર્ડ બી ટુ બી મીટિંગ્સના આયોજનથી એક નવો વિક્રમી રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. આગામી તા.૩થી ૫ જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગરમાં હેલપીડે ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં અનેક વિક્રમો સર્જાશે. તા.૫ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ ૬૦,૦૦૦ જેટલી પ્રિ-રજિસ્ટર્ડ બી ટુ બી મીટીંગ્સ યોજવા માટે ખુબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં ૭,૦૦,૦૦૦ થી વધુ મુલાકાતીઓ આવવાની શકયતા છે., જે પણ એક વિક્રમ હશે. આ સમારોહ ઇવેન્ટના ઉદ્દેશ્ય એકતા થી સમૃધ્ધી તરફના અનુસંધાનમાં રહેશે, જેમાં ૧૦૦૦ પ્રદર્શકો એક સાથે ૧૦૦૦ ફુટ લાંબી રિબન કાપીને સમિટની ભવ્ય શરૂઆત કરશે. નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક અને વૈશ્વિક જોડાણોની સુવિધા માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇવેન્ટનું બીજું રસપ્રદ વિશેષતા સ્ટાર્ટ-અપ પેવેલિયન હશે, જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા માટે એક અદ્વિતીય તક પુરી પાડશે. સ્ટાર્ટ-અપ પેવેલિયન દ્વારા પસંદ પામેલ ૫૦ બિઝનેસ મોડેલ્સનું રૂ. ૪૦૦ કરોડ જેટલું ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરવામાં આવશે. સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા તા.૩,૪ અને ૫ જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારત અને દુનિયાભરના આશરે ૭,૦૦,૦૦૦ મુલાકાતીઓ ભાગ લેશે.