પાટીદાર સામેના કેસ પાછા ખેંચવા મુખ્યમંત્રીની ખાતરી
ગાંધીનગર, વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીએમ પટેલ ૮ ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે.
ત્યારબાદ પરત નહીં ખેંચાયેલા કેસોનો અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને ર્નિણય લેવાશે તેવું જાણવા મળ્યું છે. સોમવારે સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી પટેલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી.
આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં સીએમ પટેલનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટીદાર આંદોલન દરમિયાન કુલ ૪૮૧ જેટલા કેસ થયા હતા, જેમાંથી ૨૨૮ પરત ખેંચાયા હતા. સીએમને અત્યાર સુધી પરત ખેંચવાની હિલચાલ નથી થઈ નથી તેવા ૧૪૬ કેસ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી.
તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.SSS