પાટીલના હસ્તે સુમુલના આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/PATIL.jpg)
સુરત, સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે સુમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ‘પ્રાઈમ મિનીસ્ટર લિંક ઇન્સેન્ટીવ સ્કીમ’ હેઠળ કુલ રૂ.૧૨૫ કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાયું હતું.
આઈસ્ક્રીમ પ્લાન્ટમાં હાલમાં દૈનિક ૫૦ હજાર લીટરના સ્થાને પ્લાન્ટનું વિસ્તરણ કરી દૈનિક ૧ લાખ લીટર આઈસ્ક્રીમ અને ત્રણ લાખ આઈસ્ક્રીમ કોનનું ઉત્પાદન થશે.સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિકાસ એ દેશના વિકાસનો રાજમાર્ગ છે, અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પશુપાલન મહત્વપૂર્ણ સાબિત થયું છે.
સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોને દૂધની યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સશક્તિકરણ કરવાનું ઉમદા કાર્ય કરી રહી હોવાનું જણાવી સુમુલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ પર ટેક્ષનું ભારણ દૂર કરવાના અનેકવિધ પગલા રાજ્ય સરકારે લીધા છે.
હાલમાં જ ‘ટેક હોમ રાશન’ યોજના હેઠળ પ્રોડક્શનમાં ઈનપુટ કોસ્ટ વધતા રૂ.૨૭ કરોડ જેટલી ભાવફેરની રકમ સુમુલને આપવાનો ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારે બજેટમાં ગૌવંશ માટે રૂ.૫૦૦ કરોડની જાેગવાઈ કરી છે, જે પશુપાલન ક્ષેત્રના સર્વાંગી બદલાવ માટે ઉપયોગી બનશે.
મંત્રીએ ખેડૂતોને આપવામાં આવતા કિસાન ક્રેડીટ કાર્ડ પર રૂ.૩ લાખની લોનસહાય વિના વ્યાજે મળે છે, ત્યારે આ પ્રકારનો લાભ પશુપાલક અને માછીમાર ભાઈઓને મળે એવી રાજ્ય સરકારે બજેટમાં જાેગવાઈ કરી હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે આગામી ૧૦મી જૂને સમગ્ર રાજ્ય નવસારી જિલ્લાના ખૂડવેલ ખાતે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા આતુર હોવાનું ઉમેર્યું હતું.
સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે,એવી જ રીતે ગુજરાતના આગવા સહકારી મોડેલની પણ દેશમાં બોલબાલા છે. કેન્દ્ર સરકારે સહકારી ચળવળો થકી નાના અને સીમંત ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કરી દેશમાં અલાયદો સહકાર વિભાગ ઉભો કર્યો છે.
મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા શ્રેણીબદ્ધ પગલા લઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકારે પણ ડાંગ જિલ્લાને પ્રાકૃત્તિક જિલ્લો બનાવ્યો છે. પ્રાકૃતિક ખેતી કિસાનોને પગભર બનાવવા માટે આશીર્વાદરૂપ બની હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિ પેદાશની ચકાસણી માટે રાજ્યમાં ૬ લેબનું નિર્માણ કર્યું છે, જેનાથી ખેડૂતો પોતાની કૃષિ જણસોની ચકાસણી કરી માર્કેટમાં સારા ભાવે વેચાણ કરી શકે છે.SS3KP