Western Times News

Gujarati News

પાટીલ અને પટેલની જોડીએ ગાંધીનગર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી

ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગર પાલિકીની ચૂંટણીઓમાં આ વખતે પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપની આ ભવ્ય જીતનો સાફો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શિરે પહેરાવવામાં આવી રહ્યો છે.

પાટીલ અને પટેલની જાેડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી છે. ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતીએ આગામી વર્ષે ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર હતું. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો પૈકી ભાજપે ૪૧ બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી શકી છે.

તો ચૂંટણી પહેલાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીએ એક બેઠક સાથે પોતાનું ખાતુ ખોલાવ્યું છે.ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. આપની એન્ટ્રીને કારણે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જાેકે, આજે મતગણતરી થતાની સાથે જ શરૂઆતના ત્રણ થી ચાર કલાકમાં જ પરિણામો સ્પષ્ટ થઈ ગયા. અને ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાતો જાેવા મળ્યો.

ગાંધીનગર મનપાની ચૂંટણીઓમાં એક તરફ કોંગ્રેસને માત્ર સમ ખાવા પુરતી બે જ બેઠક મળી છે. તો બીજી તરફ નવી સવી આવેલી અને બહુ ગાજેલી આમ આદમી પાર્ટી એટલેકે, આપેે આ ચૂંટણીમાં એક બેઠક સાથે પોતાનું ખાતુ ખોલાવ્યું છે. ગાંધીનગરમાં પાંચ વોર્ડમાં તો ભાજપની આખે આખી પેનલની જીત થઈ છે.

દરમિયાન નગરપાલિકાના ચુંટણી પરિણામ પણ ભાજપની તરફેણમાં ગયા છે. થરા નગરપાલિકામાં ભાજપને ૨૦ કોંગ્રેસને ૪ બેઠકો મળી છે.ઓખામાં ભાજપને ૩૪,કોંગ્રેસને બે બેઠકો મળી છે ભાણવડમાં સાત બેઠકો પર ભાજપનો વિજય થયો છે જયારે કોંગ્રેસે નવ બેઠકો જીતી છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્યું છે. વોર્ડ નં.૬માં ભાજપની પેનલ તૂટી છે. આપના તુષાર પરીખની જીત થઇ છે.

જાેકે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં જીત માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ ચૂંટણીના પરિણામોમાં આપની મહેનત નિષ્ફળ સાબિત થતી દેખાઇ રહી છે.ગાંધીનગર મનપામાં વોર્ડ નં-૧૦માં ભાજપની પેનલનો વિજય થયો છે વોર્ડ નં-૧૦માં ભાજપના તેજલબેન વાળંદ,પોપટસિંહ ગોહિલ, ભાજપના મહેન્દ્રસિંહ પટેલ અને મીરાબેન પટેલનો વિજય.

ગાંધીનગર મનપાના વોર્ડ નં.૧માં ભાજપની પેનલ વિજય. ગાંધીનગર મનપાના વોર્ડ નં-૫માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. ભાજપની જીત થતાં જ કમલમ્‌ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ્‌ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત્‌ કરાયું હતું. ફટાકડા ફોડી અને ઢોલ-નગારા સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમલમ્‌ પહોંચ્યા હતાં.ૉ

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની જીત થતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદારોનો આભાર માન્યો હતો. ચુડાસમાએ કહ્યું કે, મતદારોએ સરકારના કામની કદર કરી છે. ગાંધીનગરમાં કાર્યકર્તાઓ મનમૂકીને કામ કર્યા છે. અન્ય પાર્ટીઓના પ્રચાર વચ્ચે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યા છે. પરિણામથી સાબિત થયું છે કે, ગુજરાતમાં કોઈ નવી પાર્ટી નહી ચાલે. મજબૂત કામ અને મજબૂત સંગઠનના કારણે ભાજપની જીત થઇ છે. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં જીત નક્કી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.