Western Times News

Gujarati News

પાટ્યો ગામની બાળકી ગુમ થયા પછી કુવામાંથી લાશ મળી

૪૮ કલાક પછી ગુન્હો વણઉકેલ્યો,એફએસએલ,ડોગ સ્કોવ્ડની મદદ લેવાઈ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ધનસુરા તાલુકાના પાટયો ગામે રહેતા ગોવિંદભાઈ કાંતીભાઈ રાઠોડ મૂળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલપુર ગામના રહીશની સાડા ચાર વર્ષની માસુમ બાળકી ગુરૂવારે બપોરે ઘઉંની પોટલી લઈ ખાવાનું પડીકું લેવા ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી.પરંતુ કોઈ જ પત્તો ન લાગતાં ધનસુરા પોલીસ સ્ટેશને કોઈ ઈસમે કોઈ જગ્યાએ સંતાડી રાખી કોઈ બદદાનત થી કૃત્ય કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની બાળકીના પિતાએ ફરીયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ બીજા દિવસે શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યાના સુમારે ફાટવાડા નામથી ઓળખાતા વાંઘા કોતર પાસે જયંતીજી શંકરજી ના ખેતરના કુવામાંથી પાણી પર તરતો બાળકીનો મૃતદેહ મળી આવતા આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી જતા ફીટકારની લાગણી સાથે ભારે રોષ જોવા મળી રહયો હતો.  જયારે ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા પોલીસવડા સંજય ખરાત,એલસીબી ર્ડાગ સ્કવોડ, એફએસએલ, બાયડ પીઆઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

માસુના મૃતદેહને ધનુસુરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ હાથધરવામાં આવ્યું હતું પીએમના પ્રાથમીક રિપોર્ટમાં બાળકીનું શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી મૃતક બાળકીના વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા હતા

ધનસુરા પોલીસે અને તપાસ એજન્સીઓએ બાળકી ગુમ થયા પછી કુવામાંથી મૃતદેહ મળી આવ્યા પછી ત્રણ થી ચાર શકમંદોને ઉઠાવી લીધા છે અને પોલીસે શંકમંદોની પૂછપરછ અને તપાસ હાથધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.