પાડાએ યુવાન માલિક પર હુમલો કરી સીંગડે ભરાવી પટકાતા માલિકનું મોત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતી સાહિત્યમાં જુમો ભીસ્તી અને વેણુ પાડાની વાર્તા ખુબ જાણીતી ત્યારે ભિલોડાના ભાણમેર ગામે જુમા ભીસ્તી અને વેણુ પાડાની કહાનીનો કરૂણ અંજામ આવ્યો હતો જેમાં નદીએ પશુઓ લઈ ચરાવવા ગયેલા યુવક પર અચાનક આક્રમક બનેલ તેના પાલતુ પડાએ અચાનક હુમલો કરી માથાથી માર મારી સીંગડે લટકાવી પટકી નાખતા યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી પાડાએ યુવક પર હુમલો કરતા અજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
ભિલોડાના ભાણમેર ગામે રહેતો અને પશુપાલન અને ખેતી કરી જીવનનિર્વાહ ચલાવતો વનરાજ કમજીભાઈ ડામોર નામનો યુવક નિત્યક્રમ મુજબ તેના પશુઓ અને પાડાને લઈને નદી કિનારે ચરાવવા ગયો હતો પશુઓ ચરી રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર પાડો આક્રમક બની વનરાજભાઈ પર હુમલો કરતા અને માથા વડે શરીર પર સતત હુમલો કરી સીંગડે ભરાવી પટકી દેતા યુવકે દમ તોડી દીધો હતો પાડાએ તેના માલિક પર હુમલો કરતા આજુબાજુમાં રહેલા લોકો દોડી આવ્યા હતા લોકોની મદદ મળે તે પહેલા તો ગુસ્સે ભરાયેલ પાડાના હુમલાથી યુવકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું પાળતું પાડાએ જ માલિક પર હુમલો કરી મારી નાખતા પરિવારજનો પણ સ્તબ્ધ બન્યા હતા યુવકના મોતથી પરિવારજનો ભારે આક્રંદ કરી મૂક્યું હતું સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી