Western Times News

Gujarati News

પાડોશમાં રહેતી ૧૯ વર્ષની છોકરીને ભગાડી ગયા ‘દાદા’

Files Photo

અમદાવાદ: સૌથી નાની ૧૯ વર્ષીય દીકરી કથિત રીતે પાડોશી સાથે ભાગી જતાં પરિવારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. દીકરી જે પાડોશી સાથે ભાગી તે માત્ર પરણિત જ નહીં તેમના પૌત્ર-પૌત્રી પણ છે. મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના પરિવારે ગયા મહિને ગુજરાત હાઈકોર્ટમાં મદદની ગુહાર લગાવી હતી. ૪૦-૫૦ વર્ષની ઉંમરના શખ્સ સામે નોંધાવેલી હ્લૈંઇ બાદ પણ કંઈ પરિણામ ન મળતાં પરિવાર હાઈકોર્ટને શરણે પહોંચ્યો હતો.

ટીનેજર છોકરીના ભાઈએ હેબિયસ કોર્પસ પિટિશન ફાઈલ કરતાં ફરિયાદ કરી કે, પોલીસે આ કેસને સહજતાથી લીધો. છોકરીના પરિવારે ભય વ્યક્ત કર્યો હતો કે, પાડોશી શોવાણજી ઠાકોર તેને બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયા છે, તેમ છતાં પોલીસે ઠોસ કાર્યવાહી કરી નહોતી. ૨૨ જૂને કેસની સુનાવણી થઈ ત્યારે અરજદારના વકીલે વારંવાર કોર્ટ સામે પરિવારની ચિંતા રજૂ કરી. સાથે જ એમ પણ કહ્યું કે, શોવાણજી ઠાકોરની સૌથી મોટી દીકરી પરણેલી છે અને તેના પણ બાળકો છે.

વકીલે અરજદારો તરફથી કોર્ટને વિનંતી કરી કે, શોવાણજી ઠાકોર કે જેની દીકરી ઉંમરમાં ટીનેજર છોકરી કરતાં પણ મોટી છે, તેની પાસેથી છોડાવી લાવીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પોલીસને આપે. વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે, ૨ જૂને છોકરી ગાયબ થઈ જતાં પરિવારને શંકા ગઈ કે શોવાણજી ઠાકોરે તેનું અપહરણ કર્યું હોઈ શકે છે. છોકરીનો પરિવાર કાકોશી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં ત્રણ દિવસનો સમય લીધો હતો. છોકરી સગીર વયની ન હોવાથી પોલીસે શોવાણજી ઠાકોર સામે અપહરણની ફરિયાદ ના નોંધી.

કોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે પરિવારે ભય વ્યક્ત કર્યો કે છોકરીનો જીવ જોખમમાં હોઈ શકે અથવા તેનું શારીરિક શોષણ થયું હોય તેવું પણ બને. પરિવારે લગાવેલા આ આરોપોને આધારે હાઈકોર્ટે પોલીસને આદેશ કર્યો કે, ૨૯ જૂને છોકરીને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર કરવામાં આવે. સુનાવણી દરમિયાન પોલીસે છોકરીને શોધવા માટે કરેલા પ્રયાસનો અહેવાલ રજૂ કર્યો. સાથે છોકરીને શોધવા વધુ સમયની માગ કરી. જે બાદ હાઈકોર્ટે ૧૩ જુલાઈ સુધીનો સમય આપ્યો અને પોલીસને આદેશ કર્યો કે, છોકરીને નજીકની કોર્ટમાંથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવે.

જાે ૧૩ જુલાઈ સુધીમાં છોકરી ના મળે તો હાઈકોર્ટે પાટણના  વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. સાથે જ છોકરીને શોધવા શું કામગીરી કરી તેનો પણ અહેવાલ રજૂ કરવા કહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.