પાડોશીએ ૪ વર્ષની બાળકી સાથે ધૃણાસ્પદ કૃત્ય કર્યું
અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં ચાર વર્ષની બાળકીની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે સામે રહેતો નરેશ મામા આ બાળકીને ઘરમાં લઈ જઈ તેને ચુંબન કરવા લાગ્યો હતો અને બાદમાં બાળકીનું માથું બે પગ વચ્ચે ગુપ્તાંગ પાસે લઈ જઈ છેડતી કરી હતી. આ હવસખોરની પત્નીનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું હોવાથી અને તેની માતાએ માફી માંગતા કોઈએ ફરિયાદ કરી ન હતી.
પણ બુધવારે બોલાચાલી કરી મારામારી કરતા ફરિયાદ નોંધાતા ત્રણ લોકો સામે વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની વિગતો એવી છે કે વાડજના રામા પીરના ટેકરા પર રહેતી ૩૦ વર્ષીય મહિલાનો પતિ છૂટક મજૂરી કામ કરે છે. તેમને સંતાનમાં એક ચાર વર્ષની પુત્રી અને બે વર્ષનો પુત્ર છે. છએક દિવસ પહેલાં આ મહિલા તેના નાના પુત્રને સુવડાવતી હતી ત્યારે તેની પુત્રી ઘર પાસે રમતી હતી. તેમનો ભાણિયો ઘર પાસે ભણતો હતો અને બાજુમાં રહેતી નણંદ ઘરે આવતા આ મહિલા નહાવા ગઈ હતી. ઘર પાસે રહેતા નરેશ ના ઘરનો દરવાજાે બંધ હતો
ત્યારે આ બાળકીનો અવાજ આવ્યો કે ‘નરેશ મામા રહેવા દો ને. મહિલાની નણંદ ને શંકા જતા નરેશના ઘરમાં બારીમાંથી જાેયું તો નરેશ ટીશર્ટ પહેરતો હતો અને બાળકી ઘરની બહાર આવી ગઈ હતી. નરેશે ઘરમાં લાઈટો પણ બન્ધ કરી દીધી હતી. બાદમાં બાળકી ઘરે આવતા તેને નરેશના ઘરે કેમ ગઈ તેમ પૂછતાં તેણે જણાવ્યું કે નરેશ મામાએ તેમના ઘરે બોલાવી હતી. બાદમાં નરેશ મામા એ ઘર બન્ધ કરી તેને પપ્પી ઓ કરી હતી.
બાદમાં હવસખોર નરેશ એ બે પગ વચ્ચે આ બાળકીનું મોઢું દબાવી અને વર્ણવી ન શકાય તેવું કૃત્યુ કર્યુ હતું. નરેશની પત્ની બે માસ પહેલા મૃત્યુ પામતા તેને બાળકીના પરિવારે કઈ કહ્યું ન હતું. બે ત્રણ દિવસ બાદ નરેશની માતા ગામડેથી આવતા તેઓને આ હકીકત જણાવતા દીકરા વતી આ નરેશની માતાએ માફી માંગી હતી. જેથી બાળકીના પરિવારે કોઈ ફરિયાદ કરી ન હતી. બુધવારે નરેશ બાઇક લઈને આવ્યો અને બોલવા લાગ્યો કે હું બાળકીની શુ કામ છેડતી કરું? મને ઘણી લુખ્ખી મળે છે’ બાદમાં નરેશ ને આવું બાળકીનું નામ ન બોલવાનું મહિલાની સાસુએ કહેતા તે આવેશમાં આવી ગયો અને તેના પરિવારજનોએ બોલાચાલી કરી મારામારી કરી હતી. જેથી પોલીસને જાણ કરતા જ વાડજ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.