પાડોશીઓએ પત્ની અને પુત્રના બળજબરી ધર્મપરિવર્તન કરાવ્યા
કેરાલા: કેરાલાના મલપ્પુરમ જિલ્લાના ૪૫ વર્ષીય વ્યક્તિ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરે પોતાના પાડોશીઓ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આ કિસ્સો કેરાલામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખ્રિસ્તી કાર્યકર પીટી ગિલ્બર્ટે આરોપ મુક્યો છે કે, પાડોશમાં રહેતા લોકોએ મારી ૪૦ વર્ષની પત્ની અને ૧૩ વર્ષના પુત્રનુ બળજબરીથી ધર્માંતરણ કરાવ્યુ છે અને હવે તેમને ઈસ્લામિક સેન્ટરના કબ્જામાં રાખવામાં આવ્યા છે. પાડોશીઓએ ધર્મ પરિવર્તન માટે મારી પત્નીને ૨૫ લાખ રૂપિયા, એક ઘર અને જમીનની ઓફર કરી હતી. જ્યારે મેં કોમ્યુનિસ્ટ પાર્ટીમાં આ અંગે ફરિયાદ કરી ત્યારે મને પાર્ટીમાંથી જ કાઢી મુકવામાં આવ્યો છે.
પીટી ગિલ્બર્ટ ત્રણ બાળકોના પિતા છે એ સીપીએમના સભ્ય પણ છે. તેમના બે લગ્ન થયા છે. બીજુ લગ્ન પણ પત્નીની પહેન જાેડે જ કર્યુ છે. ગિલ્બર્ટનુ કહેવુ છે કે, બીજા લગ્ન બાદ મેં મારૂ ઘર બદલી નાંખ્યુ હતુ. કારણકે સ્થાનિક લોકો બીજા લગ્નના વિરોધમાં હતા. મારૂ બીજુ લગ્ન કાયદેસર નથી. જાેકે બંને પત્નીઓ વચ્ચે કોઈ ગેરમસજ નહોતી.
ગિલ્બર્ટે કહ્યુ હતુ કે, મારી જે પત્નીએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે તે રોજ ચર્ચામાં જતી હતી. હું ટેક્સી ડ્રાઈવર છું
હું જેવો કામથી નિકળતો હતો કે, પાડોશમાં રહેતી મુસ્લિમ મહિલાઓ મારા ઘરે આવતી હતી અને મારા પરિવારના સભ્યોને ધર્મ પરિવર્તન કરવા માટે ઉકસાવતી હતી. ઘરે આવનારા બે વ્યક્તિઓ સત્તાધારી સીપીએમ પાર્ટીમાં પણ છે. પંદર દિવસ પહેલા મને ખબર પડી હતી કે, તેઓ મારી પત્ની અને પુત્રનુ ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે. જ્યારે મેં પાર્ટીમાં ફરિયાદ કરી તો નેતાઓએ મને જ પાર્ટીની બહાર કાઢી મુકયો હતો. ગિલબર્ટનુ કહેવુ છે કે, આ વાતની ફરિયાદ હવે મેં જિલ્લા પોલીસ વડા અને મુખ્યમંત્રીને પણ કરી છે.