પાડોશીઓ વચ્ચે મારામારી એકબીજા સામે ફરિયાદ
અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશનમાં બે પાડોશીઓએ એક બીજાના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ પરિવાર સામે આક્ષેપ કરનાર યુવકે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ પોલીસ કર્મીના પરિવારજનોએ પણ ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યુ છે કે, તેમનો પાડોશી અવારનવાર પોલીસ ખાતા વિશે બોલતો હતો અને પોલીસ કર્મી તેની ડ્યુટી ઉપર જતો હતો ત્યારે પોલીસ કર્મીને લુખ્ખો કહીને પબ્લિકને હેરાન કરશે તેવું કહીને માર માર્યો હતો. સમગ્ર બાબતને લઈને બંને પક્ષની સામે ફરિયાદ નોંધી સાબરમતી પોલીસે તપાસ શરૂ કરી છે.
સાબરમતીમાં નોંધાયેલી પહેલી ફરિયાદ પોલીસકર્મીના પરિવારજનો સામે નોંધાઈ છે. શહેરના ન્યુ રાણીપ આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ કોષ્ટિ તેમના પરિવાર સાથે રહે છે અને આંબાવાડી ખાતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
તેમના ઘરની સામેના મકાનમાં શક્તિસિંહ વાઘેલા તથા મુન્નાભાઈ વાઘેલા તથા તેમના પિતા સુખદેવસિંહ તથા તેમના માતા સહિતના લોકો રહે છે. વર્ષ ૨૦૧૨થી તેઓ સંજયભાઈ સાથે નાની-નાની બાબતોમાં ચાલી ઝઘડો કરતા હોવાથી તેઓની સામે સંજયભાઈએ અનેક વખત અરજીઓ કરી છે.
સંજયભાઈ તેમના ઘરે હતા તે દરમિયાન તેઓ તેમની દીકરીને લઈને સોસાયટીના ગાર્ડનમાં રોડ ઉપર ફરતા હતા. ત્યારે ગાર્ડનમાં રોડ ઉપર તેમની સામે રહેતા શક્તિસિંહ વાઘેલા આવી ગયા હતા અને વગર કારણે સંજયભાઈને અપશબ્દો બોલ્યા હતા. તેમણે અપશબ્દો બોલવાની ના પાડતા શક્તિસિંહે સંજયભાઈને બે લાફા મારી દીધા હતા.
જેના કારણે સંજયભાઈની દીકરી પણ નીચે પડી ગઈ હતી. બાદમાં શક્તિસિંહ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં સંજયભાઈ તેમના ઘરે પહોંચ્યા ત્યારે શક્તિસિંહ અને તેના પરિવારજનો ત્યાં ઉભા હતા અને બાદમાં ઝઘડો કરી મારામારી કરી હતી. સંજયભાઈના નાના ભાઇના પત્ની વચ્ચે પડતા સામે પક્ષના આ લોકોએ સંજયના પરિવારની એક મહિલાના કપડા પણ ફાડી નાખ્યા હતા. જેથી આ મામલે તેઓએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જ્યારે બીજી ફરિયાદ નિવૃત્ત પોલીસકર્મીના પત્નીએ નોંધાવી છે.
જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા સુખદેવસિંહ વાઘેલાના પત્નીએ આ સંજયભાઈ તથા તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. મનહરબા વાઘેલા તેમના પરિવાર સાથે રહે છે તેમના પતિ પોલીસ ખાતામાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત છે.