પાણીના ટબમાં મસ્તી કરતા મદનિયાનો વીડિયો વાયરલ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અને ઈન્ટરનેટ પર મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પાણી ભરેલા ટબમાં મદનિયું ખૂબ મસ્તી કરી રહ્યું છે. આ ક્યૂટ વીડિયોને ૧૬ હજારથી વધુ લોકોએ જાેયો છે. જેનો અર્થ છે કે આ ક્યૂટ વીડિયો લોકોને ખૂબ ગમી રહ્યો છે. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ સુસંતા નંદાએ આ ૫૧ સેકન્ડનો વીડિયો ટિ્વટ કર્યો છે.
મદનિયું ઠંડા પાણી ભરેલા ટબમાં પડીને ગરમીથી રાહત મેળવી રહ્યું છે અને મસ્તી કરી રહ્યું છે. આ વીડિયો ૨૫૦ વાર રિ-ટિ્વટ કરવામાં આવ્યો છે અને ૧,૯૫૦ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોમાં મદનિયાની માતા તેની પાસે જ ઊભી છે અને તેનું ધ્યાન રાખી રહી છે અને મદનિયું પાણીમાં મસ્તી કરી રહ્યું છે.
આ વીડિયોને ટિ્વટ કરીને નંદાએ કેપ્શન કર્યું છે કે, જાેવો ગરમીમાં મદનિયું મસ્તી કરી રહ્યું છે અને તેની માતા તેનું ધ્યાન રાખી રહી છે. નંદા પ્રાણીઓના આ પ્રકારના વીડિયો પોસ્ટ કરતી રહે છે. થોડા સમય પહેલા નંદાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો,
જેમાં તળાવમાં એક સિંહ અને બતક જાેવા મળી રહ્યા હતા. સિંહ બતકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નંદાએ ટિ્વટ કર્યું છે કે મોટી બિલાડી એક જંગલી જાનવર છે, પરંતુ તે બર્બરતાથી ભરપૂર નથી. સિંહ માત્ર જીવિત રહેવા માટે શિકાર કરે છે અને જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે હુમલો કરે છે. આ વીડિયો ૧૦ હજાર લોકો જાેઈ ચૂક્યા છે.