પાણીના તંગીવાળા ગામમાં સોનુ સુદ હેન્ડપંપ લગાવી મદદ કરશે
મુંબઇ: બોલિવૂડ અભિનેતા સોનુ સુદે સાબિત કરી દીધુ છે કે તે એક સારા એક્ટરની સાથે એક સારો માણસ પણ છે. લોકડાઉન દરમિયાન સોનુએ ઘણાં જરુરિયાતમંદ લોકોની મદદ કરી હતી. જેથી તે મસીહાનાં નામે પણ જાણીતો થયો હતો. લોકડાઉન બાદથી સોનુ સુદ પાસે લોકો પોતાની મુશ્કેલીઓ શેર કરી રહ્યા છે અને સોનુ તેમની મદદ કરવાનો પુરતો પ્રયાસ કરે છે.
હાલમાં જ એક વ્યક્તિએ સોનુ પાસે મદદની માંગણી કરી હતી. તેણે મદદ માંગતા કહ્યું કે, તેનાં ગામમાં બિલકુલ પાણી નથી આવતુ અને જેનાં લીધે તેનાં ગામનાં લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. તે વ્યક્તિની મુશ્કેલી જાેઈને સોનુ સુદે તેને મદદ કરવાની તૈયાર દર્શાવી.સોનુએ ટ્વીટ કરીને ગામનાં લોકોની મુશ્કેલીને જાેતા લખ્યુ કે, પાણીની અછત હવે ખતમ, તમારા ગામમાં થોડા હેન્ડપંપ લગાવડાવી રહ્યો છું. ક્યારેક આવુ તો પાણી પીવડાવી દેજાે. સોનુ સુદનાં ટ્વીટ બાદ ગામમાં હેન્ડપંપ લગાવવાની કામગીરી શરુ થઈ ચૂકી છે અને જલ્દી ગામમાં પાણીની સમસ્યાનો અંત આવશે.
સોનુ સુદને આ વ્યક્તિએ ટ્વીટ કરીને મદદની અપીલ કરી હતી. તેણે એક વીડિયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને ટ્વીટમાં લખ્યુ હતું કે, પાણીની ખૂબ મુશ્કેલી છે. આ ગરીબોની પણ સાંભળી લો બીચારા કાગળ વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી પાણી માટે તરસી રહ્યાં છે. લાઇટની પણ સુવીધા નથી. અમને પરમીશન અપાવી દો અથવા એક હેન્ડપંપ લગાવી આપો. સોનુ સુદે તુરંત આ ટ્વીટને જાેઈને ગામમાં હેન્ડપંપ લગાવવાની કામગીર શરુ કરાવી દીધી છે.