પાણીના મુદ્દે પહેલી વાર ૩૦ બેકરીને જીપીસીબીની નોટિસ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શહેરના ૩૦ બેકરીધારકોને નોટીસ પાઠવાઈ છે. બેકરીધારકોને પહેલી વખત જીપીસીબીની નોટીસ મળી હોવાથી બેકરીધારકો દોડતા થઈ ગયા છે.
સામાન્ય રીતે કોર્પોરેશનમાંથી વિવિધ લાઈસન્સ મુદ્દે તેમના નિયમ પ્રમાણે કામ કરવામાં આવતું હોય છે ત્યારે જીપીસીબીએ નોટીસ પાઠવવી તે યોગ્ય ન હોવાનું ઉત્પાદકો ચેમ્બરમાં રજૂઆત કરી છે. જીપીસીબીએ બેકરીધારકોને પાણીના વપરાશને મુદ્દે નોટીસ પાઠવી છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શહેરના બેકરી ઉત્પાદકોને નોટીસ પાઠવીને તેમના દ્વારા પાણીના વપરાશ અંગે સ્થળની મુલાકાત લેવા જણાવાયું છે. રાજયમાં પહેલી વખત બેકરી પ્રોડકટના ઉત્પાદકોને જીસીપીસી દ્વારા નોટીસ પાઠવવામાં આવતા બેકરી ઉત્પાદકો દોડતા થઈ ગયા છે. અને આ અંગે ચેમ્બરની ફુડ કમીટી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.