પાણીની પાઈપ રીપેરીંગની આડમાં દસ વર્ષ જુનું ઝાડ પાડી દેતાં લોકોમાં આક્રોશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/IMG_20210327_110306-1024x768.jpg)
વિરપુર: વિરપુર તાલુકાની કે સી આર્ટસ કોલેજનુ દસ વર્ષ જુનું લીલા ઝાડને સ્થાનિક તંત્ર દ્વારા જેસીબી મશીન દ્વારા પાડી દેતાં કોલેજના પ્રોફેસરોમા આક્રોશ જોવા મળ્યો હતો એકબાજુ સરકાર વૃક્ષોના વિકાસ માટે અને પર્યાવરણને બચાવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા કોઈપણની રોકટોક વગર કોલેજની જમીનમાં ઉભેલા લીલા વૃક્ષનું પરવાનગી વિના નિકંદન કરતાં પર્યાવરણ પ્રેમીઓમાં અને પ્રોફેસરોમા રોષ ફેલાયો હતો અને આ ઝાડ કાપનાર સામે વન વિભાગ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
પ્રાપ્ત વિગત અનુસાર કે સી આર્ટસ કોલેજ કેમ્પસમાં ગ્રામ પંચાયતની પાણી પુરવઠાની પાઈપ લીકેજ થતાં આખા કેમ્પસમાં પાણી ત્રણ ચાર દિવસથી રેલાતું હતુ જેને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરવા બાદ સ્થાનિક પંચાયત મોડમોડ રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમ્યાન સ્થાનિક ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા પાઈપના રીપેરીંગની કરતા સમયે દસ વર્ષનુ જુુુુનું ઝાડ રીપેરીંગ દરમિયાન નડતરરૂપ થતાં એકાએક જેસીબી મશીન દ્વારા પાડી દેેેેવામા આવતા જેેેેના કારણેેે કોોલેજ ના પ્રોોફેસરોમા આક્ર્રોશ જોોવા મળ્યો હતો કયા આધારે વૃક્ષોનું નિકંદન કર્યું અને જવાબદાર લોકોની મંજૂરી લીધી કે નહીં તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે…
ઝાડ પાડનાર કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
કોલેજના કેમ્પસમાં છેલ્લા પાંચ દિવસથી ગ્રામ પંચાયતની પાણી પુરવઠાની પાઈપ લીકેજ થતાં આખા ગ્રાઉન્ડમા પાણી ભરાઈ ગયું છે આ બાબતને લઇને તલાટી જાણ કરતા પાણીની પાઈપ રીપેરીંગ કરવા માટે માણસો આવ્યા હતા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર માણસો જેસીબી મશીન દ્વારા કોલેજ કેમ્પસમાં આવેલ ઝાડ પાડી દેવામાં આવ્યું હતું જે ખોટી બાબત છે આ બાબતને લઇને સ્થાનીક ગ્રામ પંચાયત કર્મચારી પર વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ છે…
કે સી શેઠ આર્ટસ કોલેજ પ્રોફેસર -સુજીત ત્રીપાઠી