પાણીને ચાવો અને ખોરાકને પીવાની આદત પાડો, તંદુરસ્તી વધશે
સાદું પાણી જીવન અમૃત બની શકે જાે સમજાે તો !
શરીર કફ પ્રકૃતિનું હોય તેમણે જમતાં પહેલાં ઓછામાં ઓછું એકાદ ગ્લાસ પાણી પી લેવું.
પિત્ત પ્રકૃતિના સ્ત્રી-પુરુષોએ જમતી વખતે વચ્ચે વચ્ચે પાંચ-સાત વખત પાણીના સાવ નાના ઘુંટડા ભરવા.
પાણી આપણા માટે અમૃત છે. એ પણ હકીકત એ છે કે મોટેભાગે પાણી સમજયા વગર પીવાથી લાભ કરતાં નુકશાન વધારે સહેવું પડે છે. સૌથી પહેલી વાત તો એ છે કે પાણી ઉભડાક બેસીને પીવાનું રાખો. તેથી પાણી શરીરમાં સારી રીતે શોષાઈને દરેક કોષને પહોચે છે.
બીજું પાણીનો મોટો ઘુંટડો મોંમાં ભરીને સીધો ગળા નીચે ન ઉતારી દો. તેને બદલે નાનો ઘુંટડો ભરો તેને મોમા થોડીક સેકન્ડ મમળાવો. પછી ગળા નીચે ઉતારો શ્વાસ લઈને છોડો, થોડીક સેકન્ડ પછી બીજાે ઘુંટડો ભરો એમ એક એક ઘુંટડો લઈને પાણી પીવાથી ટેવ પાડો. એમ કરવાથી મોંમાંથી તેમાં લાળ ભળીને મો, અન્નનળી અને જઠરમાં લાભ કરે છે.
એજ રીતે કોળીયો મોંમા લઈને થોડી વાર સુધી રાખી એકરસ થવા દો અને પછી ઉતારો, કેટલાંક લોકોને જમવાનું ઝડપથી ખાવાની આદત હોય છે જે તંદુરસ્તી માટે અને પાચન માટે પણ હાનીકારક છે. આખું ભાણું પુરું કરતાં 15 થી 20 મિનીટ જેટલો સમય કાઢવો જોઈએ.
ઉપરાંત ટીવી જોતાં જોતાં અને મોબાઈલ હાથમાં લઈને ખાવાથી પાચન યોગ્ય થતું નથી.કોળીયો જેવા મોંમા મુકીએ એટલે તરત દાંત તેને પીસવાનું કામ કરે છે અને જીભમાંથી લાળ રસ છૂટીને ખોરાકને પચી શકે તેવું પ્રવાહી બનાવવાનું કામ કરે છે.
માણસોની પ્રકૃતિ ત્રણ પ્રકારની હોય છે. વાત પિત્ત અને કફ વાત પ્રકૃતિના સ્ત્રી પુરુષોએ કરવું જમ્યા પછી પીવું. તેથી પાચન સારું થશે. પિત્ત પ્રકૃતિના સ્ત્રી-પુરુષોએ જમતી વખતે વચ્ચે વચ્ચે પાંચ-સાત વખત પાણીના સાવ નાના ઘુંટડા ભરવા. જેમનું શરીર કફ પ્રકૃતિનું હોય તેમણે જમતાં પહેલાં ઓછામાં ઓછું એકાદ ગ્લાસ પાણી પી લેવું.
તેથી એમનું પાચન સારું રહેશે. અને વજન ઘટશે. પાણી કદી આસપાસની હવાના તાપમાન કરતાં ઠંડું ન હોવું જાેઈએ. જરાક ગરમ હોય તો લાભ કરશે. પાણી જેટલું ઠંડું હોય એટલી પાચનતંત્રની રકતનળીઓ સંકોચાય અને તેમને લોહી ઓછું મળતું રહે.
પરીણામે પાચનમાં ગરબડ થાય અને કબજીયાત થવા લાગે. જીભ પર ગરમ ન લાગે એવું જરાક ગરમ પાણી પીવાથી પાચનનો તો લાભ થશે જ ! સાથે સાથે લોહીની નળીઓમાંથી કોલેસ્ટ્રોલ બાદબાકી થવા લાગશે અને ધીમે ધીમે વજન પણ ઓછું થવા લાગશે.