Western Times News

Gujarati News

પાણીપુરી ખાવા ઉભેલા બિઝનેસમેન સાથે બની વિચિત્ર ઘટના

બિઝનેસમેન પાણી પુરી ખાવા માટે ઉભા હતા તે દરમિયાન ગઠિયાઓ આવ્યા અને ચોરી કરી ફરાર થઈ ગયા

બિઝનેસમેનને ૧૦ની પાણીપુરી ૮૫ હજાર રૂપિયામાં પડી
અમદાવાદ,શહેરમાં રહેતા એક બિઝનેસમેન સાથે વિચિત્ર ઘટના બની છે. આ બિઝનેસમેન નારણપુરા વિસ્તારમાં પાણી પુરી ખાવા માટે ઉભા હતા તે દરમિયાન ગઠિયાઓ આવ્યા હતા અને તેમના પૈસા પડી ગયા છે કહીને ૮૫ હજાર રૂપિયાની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને બિઝનેસમેને પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ થકી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે.

નારણપુરામાં રહેતા કુંતેશ પરીખ આશ્રમ રોડ પર ઓફિસ ધરાવી સોફ્ટવેર કન્સલ્ટિંગનો બિઝનેસ કરે છે. ગત ૨૯ એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ તેઓ પોતાની મરસીડીસ ગાડી લઈને ઓફિસથી નીકળ્યા હતા. તેમને ડ્રાઇવર સીટની બાજુમાં એક બેગ મુકી હતી. આઠ વાગ્યાની આસપાસ અંકુર ચાર રસ્તા પાસે આવેલી સેન્ડવીચની દુકાન પાસે તેઓએ ગાડી પાર્ક કરી હતી.

અને ત્યાં પાણીપૂરી ખાઈને ગાડી પાસે પરત આવ્યા હતા. ત્યારે ગાડીનો દરવાજાે ખોલ્યો તે વખતે ગાડીના બોનેટ પાસે કોઈ વ્યક્તિ ઊભો હતો અને તેને જણાવ્યું કે, તમારા પૈસા નીચે પડી ગયા છે. જેથી કુંતેશભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને જાેયું તો દસ દસની ચાર નોટો પડી હતી. જે લઈને તેઓ ગાડી લઈને કામેશ્વર મંદિરની બાજુમાં આવેલા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા જતા હતા.

તે દરમિયાન ગાડીમાં રાખેલી એક બેગ જણાઈ નહોતી. બાદમાં તેઓએ સેન્ડવીચની દુકાને જઇને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેઓ જ્યારે ગાડીનો દરવાજાે ખોલે છે ત્યારે એક વ્યક્તિ સાઇડમાંથી ડ્રાઇવર સીટની બાજુની સીટ નો દરવાજાે ખોલી લેપટોપની બેગ ચોરી કરી ફરાર થઈ જાય છે. આ સાથે જ તેમાં રહેલા ૩૫ હજાર રોકડા મળી કુલ ૮૫ હજારની મતા ચોરી કરી ફરાર થઈ જાય છે. જે સમગ્ર બાબતને લઈને તેઓએ નારણપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.