“પાણી પીને આવું કહી” નોન બેલેબલ વોરંટનો આરોપી ભાગી છૂટ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં નોન બરેબેલ વોરંટનો આરોપી પીવાનું પાણી માંગી પોલીસકર્મીને ધક્કો મારી કસ્ટડી માંથી ભાગી ગયો હોવાની ઘટના બનતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક માંથી એક આરોપી ભાગી ગયો હોવાની માહિતી ગતરોજ સાંજે સામે આવી હતી અને કેટલાક પોલીસકર્મીઓ આરોપીને પકડવા પકડ દાવનો ખેલ કર્યો હોવાની માહિતી સામે આવતા આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને મીડિયાકર્મીઓએ ફોન કરીને પૂછ્યું હતું કે કસ્ટડી માંથી કોઈ આરોપી ભાગી ગયો છે ખરો?
તો પીઆઈ એ આવું કહી થયું નથી અને હશે તો અવશ્ય જાણ કરીશું નું કહી મીડિયાને ગેરમાર્ગે દોર્યા હતા.જે બાદ ઓનલાઈન ફરિયાદ સામે આવી હતી જેમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ શાંતિલાલે ફરિયાદ નોંધાવી છે કે ૨૧-૦૪-૨૦૨૪ ના રોજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે આરોપી નોન બરેબેલ વોરંટનો આરોપી વિજય સંજય વસાવા રહે.નાની ડુંગરી ઝુંપડપટ્ટીનાઓને પકડયા બાદ કસ્ટડીમાં મુકવામાં આવ્યો હતો.
જે બાદ આરોપીએ પીવાનું પાણી માંગ્યું હોય અને ફરજ પરની મહિલા પોલીસકર્મી અમરતબેન કરશનભાઈનાઓએ લોકઅપ ખોલી આરોપીને પાણી આપવા જતા આરોપી વિજય વસાવા મહિલા પોલીસકર્મીને ધક્કો મારી બી ડિવિઝન પોલીસની કસ્ટડી માંથી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં નોન બેલેબલ વોરંટનો આરોપી વિજય સંજય વસાવા ભાગી ગયો કે તેને ભગાડી મુકવામાં આવ્યો જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ત્યારે આરોપી પોલીસ ના હાથે ઝડપાયા બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે.