પાદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસીજન બેડ સહિત કોવિડ હોસ્પિટલની સેવાઓ ચાલુ થઈ

વડોદરા, · યુદ્ધના ધોરણે અને ઝુંબેશના રૂપમાં સંકલિત કામગીરી કરી આ સુવિધા કાર્યાન્વિત કરી
· તાલુકા સ્તરે પ્રથમવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજન પાઇપ લાઇન બિછાવવામાં આવી તથા તેની સુરક્ષાની ખાત્રી માટે તેનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવામાં આવ્યું
· ઓકસીજન સપ્લાય પુરો કરવા જ્મ્બો ઓકસીજન સીલીંડરની પણ વ્યવસ્થા કરી દેવામા આવી છે.
· વીજળીના પ્રસ્થાપનો ચકાસી એનું પણ થર્ડ પાર્ટી ઓડિટ કરાવ્યું
· દર્દીઓની સરળતા માટે રેમ્પ લગાવ્યા અને એક જ દિવસમાં યુદ્ધના ધોરણે આંતરિક રસ્તો બનાવ્યો
· જરૂરી તબીબી સાધનો અને ઉપકરણો ફાળવવામાં આવ્યા
· ડોકટર, સ્ટાફ નર્સ , પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય જરૂરી સ્ટાફ ફાળવી જરૂરી તાલીમ આપવામાં આવી
· પાદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર ફાઇટર્સની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
· જિલ્લા કલેકટરશ્રી ના સતત માર્ગદર્શન હેઠળ થઈ યુદ્ધના ધોરણે સંકલિત કામગીરી
· કલેકટરશ્રીએ સોમવારે નિરીક્ષણ પણ કર્યું હતું.