પાદરીયાના યુવાનની હત્યાના બનાવમાં તેના આરોપી મિત્ર અને કિશોરની અટકાયત
ભરૂચ: પાદરીયા ગામના ગુમ થયેલા યુવાનો મૃતદેહ નરવાણી ગામના તળાવ માંથી મળી આવવાના બનાવમાં દહેજ પોલીસે હત્યા કરવાના ગુનામાં તેના મિત્ર અને એક કિશોરની અટકાયત કરી છે.હત્યા પાછળ મિત્રની બહેન સાથે મૃતકના પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યુ છે.
પાદરીયા ગામનો અજય કે અમિત દિલીપભાઈ ગોહિલ ગુમ થયા બાદ તેની લાશને નરવાણી ગામની સીમમાં આવેલા તળાવ માંથી મળી આવી હતી.જેમાં મૃતકના પિતાએ તેની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.જે બાદ દહેજ પોલીસ દ્વારા નાયબ જીલ્લા પોલીસ વડા ડી.પી.વાઘેલાની સુચના અને માર્ગદર્શન હેઠળ તપાસ હાથધરી હતી.
જેની તપાસ દરમ્યાન આ હત્યાનો બનાવ કોઈ અંગત અદાવતના કારણે બન્યો હોવાનું માલુમ પડતા બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ આગળ ધપાવતા મૃતકને ગામના જ તેના મિત્ર સાગર વસાવા સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાઈ આવ્યું હતુ.જેના આધારે આરોપી સાગર વસાવા અને અન્ય એક કિશોરની પૂછપરછ કરતા હત્યાના બનાવનો પર્દાફાશ થયો હતો.
આરોપી પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર અજય ઉર્ફે અમિતને સબક શીખવાડવા માંગતો હોય તેની સાથેના કિશોર સાથે અજય ને પોતાની સાથે પાવડા તોડવા લઈ જઈ નળવાઈ ગામ પાસેના તળાવ પાસે રાત્રે કિશોરે અજયને પાછળ થી પકડી રાખતા સાગર વસાવાએ તેની પાસે ની દોરી વડે અજયના ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ અજયના બંને હાથ તેના ટી શર્ટ વડે પાછળ બાંધી તળાવમાં ફેંકી ફરાર થઈ ગયા ને બહાર આવ્યું હતુ.
હત્યાના આ ચકચારી બનાવમાં આરોપી સાગર વસાવા ની અટકાયત કરવા સાથે અન્ય આરોપી એવા કિશોર વિરોધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.