પાનમડેમ જવાના માર્ગ પર ખાડાઓને કારણે વાહનચાલકો હેરાન-પરેશાન
શહેરા, પાનમપાટીયાથી પાનમડેમ સુધીનો અવરજવર માટેના ડામર રસ્તા પર કેટલીક જગ્યાઓ ઉપર ખાડા પડી જતા વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકોને અવર જવર કરતી વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાની હાલત બિસ્માર હોવાને કારણે વાહનચાલકોના અકસ્માતની પણ ઘટનાઓ પણ બને છે.સ્થાનિક લોકો દ્વારા અહી રોડનુ નવિનીકરણ કરવામા તેવી માંગ કરવા પામી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકામાં જીવાદોરી સમાન પાનમડેમ યોજના આવેલી છે.શહેરાથી પાનમડેમ જવા માટે બે રસ્તાઓ છે.જેમા હોસેલાવ ચોકડીથી સેગપૂર,જાેધપૂર થઈ આંસૂદરિયા થઇને પાનમડેમ જવાય છે.બીજાે રસ્તો પાનમપાટીયા ટોલનાકા પાસથી ગઢ ગામ થઈને પણ પાનમડેમ જઈ શકાય છે.
પણ પાનમડેમ જવાનો રસ્તો કેટલીક જગ્યાએ બિસ્માર હોવાથી ખાડાઓ પડી ગયા છે.જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કેટલીક જગ્યાએ તો રોડની બાજૂથી પાણીની પાઇપલાઈન જાય છે.અને લીકેજ થવાને કારણે રોડ પર પાણી રેલાય છે.
પરિણામે પણ ખાડા પડતા હોવાનૂ સ્થાનિકોનૂ જણાવવૂ છે. આ પાનમડેમ જવાના રસ્તા પર બોરીયા,આંસૂદરીયા,કોઠા સહિતના ગામો આવેલા છે.અહિના લોકો શહેરા માટે અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે.આ રસ્તાનૂ નવિનીકરણ કરવામા આવે તેવી લોકમાંગ ઉઠી છે.
પાનમડેમ એક મહત્વની યોજના હોવાથી અહી અધિકારીઓની પણ અવરજવર રહેતી હોય છે.ચોમાસામાં પાનમડેમ નિહાળવા અને પ્રાકૃતિક સૌદર્યને માણવા માટે પ્રવાસીઓ પણ આવતા હોય છે. આ રસ્તાનૂ પણ નવિનીકરણ કરવામા આવે તે જરૂરી છે.