પાનિપત: અર્જુન કપુર પોતાની ભૂમિકાને લઇને ખુશ
મુંબઇ, બોલિવુડના લોકપ્રિય અને આશાસ્પદ યુવા સ્ટાર અર્જુન કપુર હાલમાં તેના પાનિપતના પાત્રને લઇને ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે બાજીરાવ મસ્તાનીના રણવીર કપુરના પાત્ર સાથે તેની તુલના કરવામાં આવી રહી છે પરંતુ બંને પાત્ર બિલકુલ અલગ પ્રકારના છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને પસંદ પડશે. રણવીર સિંહે પણ પાનિપતના ટ્રેલરને નિહાળ્યા બાદ પોતાના નજીકના મિત્ર અર્જુન કપુરની પ્રશંસા કરી છે. અર્જુન કપુરે કહ્યુ છે કે રણવીર સાથે તેની નજીકની મિત્રતા રહેલી છે. બંને એકબીજાના રોલને લઇને હમેંશા વાત કરતા રહે છે. અર્જુન કપુરે કહ્યુ છે કે તેના નજીકના મિત્ર રણવીર સિંહે તેની આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ પાનિપતના ટ્રેલરને જોઇને તેની પ્રશંસા કરી છે. રણવીર પોતે પણ ઉત્સાહિત દેખાઇ રહ્યો છે. કેટલાક લોકોએ રણવીર સિંહની વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની સાથે તેની તુલના કરી રહ્યા છે. જ્યારે અર્જુન કપુરને આ અંગે પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે કહ્યુ હતુ કે તેના મિત્ર રણવીરે તેને કોઇ સંદેશ આપ્યો ન હતો. અર્જુન કપુરે કહ્યુ હતુ કે રણઁવીર સિંહ ટ્રેલર જોઇને ઉત્સાહિત છે જેથી તે સંતુષ્ટ છે. અર્જુન કપુરે કહ્યુ છે કે અભિનેતા હોવાની સાથે સાથે અમે સારા મિત્રો પણ છીએ. અમે નિયમિત રીતે અભિનય અને પાત્રોને લઇને ચર્ચા કરી શકતા નથી. અમે કલાકાર તરીકે એક જ પ્રકારની ભૂમિકા કરી શકીએ છીએ.
જો કે આ ફિલ્મની પટકથા અલગ પ્રકારની છે. અમે હમેંશા એક મિત્રની જેમ મળીએ છીએ. અર્જુન કપુરે કહ્યુ છે કે અમારી વાતચીત પણ મિત્રતા સુધી મર્યાદિત રહેલી છે. પાનિપત ફિલ્મ આશુતોષ ગોવારીકરની ફિલ્મ છે. જે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અર્જુન કપુરે મરાઠા યૌદ્ધા સદાશિવ રાવ ભાઉની ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં અર્જુન કપુર ઉપરાંત કૃતિ સનુન અને સંજય દત્તની પણ ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. ફિલ્મ તમામ લોકોને પસંદ પડશે તેમ અર્જુન કપુર નક્કર પણે માને છે. અર્જુન કપુર હાલના વર્ષોમાં ફિલ્મો કરતા તેના મલાઇકા સાથે તેના પ્રેમ સંબંધોના કારણે વધારે ચર્ચામાં છે. પાનિપત ફિલ્મને લઇને ચાહકો પણ ભારે ઉત્સુક બનેલા છે. કારણ કે આ ઇતિહાસ પર આધારિત ફિલ્મો રહેલી છે. આશુતોષ ઇતિહાસ પર યાદગાર ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની ફિલ્મોમાં જોધા અકબર અને લગાન જેવી મોટી ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મો બોક્સ ઓફિલ્મ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે પાનિપત ફિલ્મને કેવી સફળતા મળે છે તે બાબત પર તમામની નજર રહેશે. ટિકાકારો માની રહ્યા છે કે આ ફિલ્મ બનાવવા આશુતોષે ખુબ મહેનત કરી છે.