પાનીપતમાં પટાવાળાના ૧૩ પદો માટે ૨૮ હજાર યુવકોએ અરજી કરી

Files Photo
પાનીપત: પાનીપતમાં બેરોજગારીનું એક સફેદ સચ્ચાઇ સામે આવી છે. અહીં પાનીપત કોર્ટમાં પટાવાળાની નોકરી માટે ૧૩ પદો ઉપર ૨૭,૬૭૧ યુવાનોએ અરજી કરી છે.પટાવાળાની નોકરીમાં શિક્ષણ આઠમનું ધોરણ પાસ માંગવામાં આવ્યું હતું યુવાનોનું કહેવુ છે કે બેરોજગારીના કારણે તેમને અરજીઓ કરવી પડી છે. પાનીપતમાં અરજીકર્તા યુવાનોએ કહ્યું કે અમને ઓછામાં ઓછી પટાવાળાની નોકરી પણ મળી જાય તો સારી વાત છે.
પાનીપત કોર્ટમાં નિકળેલ પદ માટે યોગ્યતા આઠમું ધોરણ પાસ છે પરંતુ એમએ બીટેક બીએસઇ અને હોટલ મેનેજમેંટનો કોર્ષ કરેલા યુવકો પણ પટાવાળાની નોકરી મેળવવા ઇચ્છે છે વિભાગ દ્વારા આજે લગભગ ત્રણ હજાર અરજીદારોને મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતાં
પહેલા તેમના દસ્તાવેજાેની તપાસ કરવામાં આવી દસ્તાવેજાેમાં કમી જાણાઇ આવેલ અરજીકર્તાઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા ન હતાં. તા.૨૩ સુધી જીલ્લા જજ સમિતિઓ યુવાનોની મુલાકાત લશે પરંતુ આડે પણ મોટો સવાલ એ છે કે આખરે આટલો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પણ યુવાનોને નોકરી મળી રહી નથી આથી જ જયારે કોઇ વિભાગમાં નોકરી નિકળે છે તો મીડિલ કલાસ પાસની લાઇનમાં પોસ્ટ ગ્રેજયુએટ લાગી જાય છે.