પાનોલીની કંપની દ્વારા બનાવેલ ગ્રીન બેલ્ટ સુકાઈ જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠતા સવાલો : કેટલા વૃક્ષો જીવિત છે? કેટલાનું મરણ થયું? અને મરણના કારણો શું છે?
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઔદ્યોગિક વસાહતોમાં પ્રોજેક્ટો શુરૂ કરવા માટે પર્યાવરણની જાનવણી કરવા માટે વૃક્ષો ઉછેરવા અને નિભવવાની શરતો આપવામાં આવે છે અને પ્રોજકટ મુજબ ગ્રીન બેલ્ટ ઉભા કરવાનો ખર્ચ અને વિસ્તાર નક્કી કરવામાં આવતો હોય છે.જે શરતો પુરી કરવા દરેક કંપનીઓ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.આ માટે ધણી બધી કંપનીઓ દ્વારા પ્રસિધ્ધિઓ પણ કરવામાં આવે છે.
પરંતુ કેટલીક કંપનીઓ દ્વારા આ બાબતે સારી કમગીરી પણ કરી છે.પરંતુ ભરૂચ જીલ્લાની મોટા ભાગની કંપનીઓ ફક્ત દેખાવા પૂરતી અને ચોપડે ખર્ચ બતાવવા માત્ર વૃક્ષારોપણ કરે છે પરંતુ પછી તેની માવજત કરવામાં આવતી ન હોવાના કારણે કે હવા અને પ્રદુષિત પાણીના કારણે મોટા મોટા વૃક્ષો મરણ પામે છે જે પર્યાવરણને મોટું નુકશાન છે.
અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં નોટિફાઈડ વિસ્તારમાં નોટિફાઈડ કચેરીઓ દ્વારા અનેક ગ્રીન બેલ્ટ તૈયાર કરવા વૃક્ષારોપણ તો કરવામાં આવે છે પરંતુ તેની માવજત થતી ના હોવાના કારણે અનેક વૃક્ષોનું મરણ થાય છે અને તેની કોઈ નોંધ લેવાતી નથી.
પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ લિમિટેડ નામની કંપની દ્વારા દિવાલ નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યાં વૃક્ષો મોટા થયા પછી સુકાઈ ગયા નજરે જોવા મળ્યા હતા.આ વૃક્ષોના રોપણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હશે.તેમ છતાં તેની માવજત નહીં થતા આજે વૃક્ષોના મરણ થયા છે.
આ બાબતે કંપનીના જવાબદાર મેનેજર સોલંકીએ જણાવ્યું હતું કે “અમારી કંપની દિવાલ સાથે અમોએ સુશોભન અર્થે અમારા ખર્ચે વૃક્ષોનું રોપણ કર્યું હતું વૃક્ષો મોટા પણ થયા હતા.પરંતુ અમારા દ્વારા ઉધઈની દવા નાંખવામાં આવતા વૃક્ષો સુકાઈ ગયા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ” કંપનીઓ અને નોટિફાઈડ કચરીઓ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષો રોપણ થાય છે
પછીએ વૃક્ષો માવજતના અભાવે કે હવા,પાણીના પ્રદુષણને કારણે સુકાઈ જાય છે.આમ પર્યાવરણની જાનવણી અર્થે મોટા થયેલ વૃક્ષોનું મરણ પર્યાવરણને નુક્શાન છે. તેથી આ બાબતે પણ ઓડિટ થવું જોઈએ કે કેટલા વૃક્ષો જીવિત છે? કેટલાનું મરણ થયું? અને મરણના કારણો શું છે?જવાબદાર અધિકારી પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે અને વૃક્ષો સુશોભન અર્થે રોપાણ કર્યાનું જણાવી પર્યાવરણ પ્રત્યે ની તેમની જવાબદારીની ગંભીરતા બાબતે અસમજ દર્શાવી રહ્યા છે.