પાન મસાલાની જાહેરાતના પૈસા બચ્ચને પાછા આપ્યા
નવી દિલ્હી, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન થોડા સમય પહેલા પાન મસાલાની એક એડને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયા હતા. તે એડ કરવાને લઈ અમિતાભ બચ્ચનને ભારે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ તે વાતને લઈ ખાસ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી પરંતુ અમિતાભ બચ્ચને હવે આ મામલે એક્શન લીધી છે. અમિતાભ બચ્ચને તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવા મામલે કારણ દર્શાવતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, તેઓ આ એટલા માટે કરી રહ્યા છે જેથી નવી પેઢીને પાન મસાલાનું સેવન કરવા માટે મોટિવેશન ન મળે. તેમણે આ વિજ્ઞાપન માટે મળેલી ફી પણ પાછી સોંપી દીધી હતી.
અમિતાભ બચ્ચને કમલા પસંદની એડ કરી હતી જેને લઈ અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકોના મતે દેશની સીનિયર મોસ્ટ પર્સનાલિટી હોવાના નાતે અમિતાભ બચ્ચને આવી જાહેરાતો ન કરવી જાેઈએ. નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઈઝેશને પણ અમિતાભ બચ્ચનને વિનંતી કરી હતી કે, બિગ બી તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે.
અમિતાભ બચ્ચનના કેટલાક ચાહકોએ તે જાહેરાતને લઈ રોષ વ્યક્ત કર્યો હતો અને સુપર સ્ટારનંો તે પગલું અયોગ્ય હોવાનો મત દર્શાવ્યો હતો. ત્યારે હવે અમિતાભ બચ્ચન તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સ્ટેટમેન્ટ પ્રમાણે કમલા પસંદ કોમર્શિયલ ઓનએર થઈ તેના થોડા દિવસો બાદ અમિતાભ બચ્ચને આ બ્રાન્ડ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો જે તેમણે ગત સપ્તાહે ખતમ કરી દીધો છે. અમિતાભ બચ્ચને જ્યારે તે જાહેરાત સ્વીકારી ત્યારે તેમને એ વાતની જાણ નહોતી કે આ પ્રકારના વિજ્ઞાપન સેરોગેટ એડવરટાઈઝમેન્ટની કેટેગરીમાં આવે છે.
અમિતાભ બચ્ચને બાદમાં તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધેલું અને તે બ્રાન્ડના પ્રમોશન માટે જે ફી લીધી હતી તે પણ પાછી આપી દીધી હતી.SSS