Western Times News

Gujarati News

પાપડ-મધ-સાબુ દેશી સૌદર્ય પ્રસાધનો વેચી હિન્દુસ્તાન લીવરને ટકકર મારતુ ખાદી પંચ

નવીદિલ્હી, દેશમાં ખાદી ક્ષેત્રનેપુનઃ બેઠું કરવા તથા ખાદી અને ગ્રામ્ય ઉધોગ પંચ કેવીઆઈસીને તેનીજ તાકાતથી દોડતું કરવામાં પાપડ મધ અને દેશી સૌદર્ય પ્રસાધનોએ મદદ કરી છે. અને હાલના દશકામાં પ્રથમ વખત કેવીઆઈસીનું વેચાણ રૂ.૭પ૦૦૦ કરોડની નજીક પહોચી ગયું છે. સરકારે ખાદીને ફરી લોકપ્રિય કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન ખુદ ખાદી ખરીદવાની અપીલ કરે છે અને ઓકટોબર માસમાં ગાંધી જયંતીએ ખાસ વળતરમાં સામુહીક ખાધી ખરીદીના આયોજનો પણ થાય છે. કેવીઆઈસીએ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોધાવી છે. અને તેનું કુલ વેચાણ રપ% વધી ગયું ેછ. તથા નફો રૂ.૧પ કરોડનો થયો છે.

જે દેશની સૌથી મોટી કન્ઝયુમર્સ ગુડસ કંપની હિન્દુસ્તાન યુનીલીવરના રૂ.૩૮૦૦૦ કરોડ કરતા ડબલ થયો છે. જા કેહિન્દુસ્તાન યુનીલીવરનો નફો રૂ.૬૦૦૦ કરોડનો છે. જયારે કેવીઆઈસીનો રૂ.૧પ કરોડનો થયો છે. કેવીઆઈસીએ ર૦૧૮-૧૯માં વાર્ષિક આવકની દ્રષ્ટિએ દેશની રપ ટોચની લીસ્ટેડ કંપનીઓમાં એકમાત્ર ભારતી એરટેલના રૂ.૮૧૦૦૦ કરોડથી બીજા નંબરે છે. અને ગ્રાસીમના રૂ.૭ર૯૭૦ કરોડથી આગળ છે.

કેવીઆઈસીના ચેરમેન વિનાઈકુમાર સકસેનાએ પડકારા ેસાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમો હવે ખાનગી અને સરકારસ સાહસો સાથે સહકર સાધી રહયા છીએ. મોદી શાસનમાં જે રીતે ખાદી ક્ષેત્રને મદદ મળી છે તેનાથી પાંચ વર્ષમાં તેનું વેચાણ રૂ.૩૩૧પ કરોડ ર૦૧૪-૧પ થી ડબલ કરતા વધુ થયું છે. હવે ગ્રામ્ય ઉધોગના વેચાણમાં ર૦% ના વધારાનો ટાર્ગેટ છે. અને વેચાણ રૂ.૮પ૦૦૦ કરોડનું લક્ષ્યાંક છે. ખાદીનું વેચાણ રૂ.પ૦૦૦ કરવાના પ્રયાસ છે. જે હાલ રૂ.૩ર૧પ કરોડનું નોધાયું છે.

ખાદી ક્ષેત્રને વ્યાપ વધ્યો છે. અરવીંદ મીલ જે ડેનીમની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. તેણે હવે ખાદીનું ડેનીમ કપડાનું ઉત્પાદન કર્યું છે. એટ ઈન્ડીયા તેના બીઝનેસ કલાસ તથા ફસ્ટ કલાસના મુસાફરોને જેકીટ આપે છે તે ખાદીની છે. ખાદી ક્ષેત્ર પાંચ લાખ લોકોને રોજગાર આપે છે. અને તેનો ગ્રામોધોગ ક્ષેત્ર સાથે ૧.પ કરોડ લોકોના રોજગાર જાડાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.