પાયલોટની જેમ ટ્રક ડ્રાઇવરોના કલાક પણ નક્કી હોવા જોઇએ: ગડકરી
નવીદિલ્હી, કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ સડક દુર્ઘટનાઓને ઘટાડવા માટે પ્રોફેશનલ ટ્રક ચાલકો માટે સમય નક્કી કરવાની ભલામણ કરી છે. ઉપરાંત કોર્મશિયલ વાહનોમાં ડ્રાઇવરને ઉંઘ આવે છે કે કેમ તે જાણવા માટે સેંસર લગાવવા પર પણ ભાર મૂક્યો હતો. નિતિન ગડકરીએ મંગળવારે એક ટવીટ કરીને લખ્યું કે પાયલોટની જેમ ટ્રક ડ્રાઇવરોના કલાક પણ નક્કી હોવા જાેઇએ.એને કારણે થાકને કારણે થતી દુર્ઘટનાને ટાળી શકાશે
કેન્દ્રીય રોડ ટ્રાન્સ્પોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ ટવીટ કરીને કહ્યું કે મેં યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ અધિકારીઓને કોર્મશિયલ વાહનોમાં ગાડી ચલાવતી વખતે ઉંઘની જાણકારી માટે સેંસર લગાવવાની પોલીસી પર કામ કરવાની સુચના આપી છે. તેમણે કહ્યું કે જિલ્લા સડક સમિતિઓની નિયમિત બેઠક બોલાવવા માટે મુખ્યમંત્રી અને કલેકટરને લેટર લખશે.
આ પહેલાં ગડકરીએ નેશનલ રોડ સેફટી કાઉન્સીલમાં નોમિનેટ થયેલા નવા સભ્યો સાથેની પરિચય બેઠકમાં સામેલ થયા હતા. નિતિન ગડકરીએ કહ્યું કે તેમણે એનઆરએસસીની બેઠક દર ૨ મહિને બોલાવવાની સુચના આપી છે. આ બેઠકમાં રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહ તથા મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નિતિન ગડકરી એ ફલાઇટના પાયલોટની જેમ ટ્રક ડ્રાઇવરોના સમય નક્કી કરવાની વાત કરી છે તો એ પણ જાેઇ લઇએ કે પાયલોટની ડયૂટી કેટલા કલાકની હોય છે. ભારતમાં વિમાનના પાયલોટ માટે ૨૪ કલાકમાં ૮ કલાકની ડયૂટી, ૧ સપ્તાહમાં ૩૦ કલાક, એક મહિનામાં ૧૨૫ કલાક, ૯૦ દિવસમાં ૨૭૦ કલાક અને ૧ વર્ષમાં ૧૦૦૦ કલાકની ડયૂટી નક્કી કરવામાં આવી છે.જેની સરખામણીએ આપણે જાેઇએ તો ટ્રક ડ્રાઇવરોનો સમય કોઇ નક્કી જ નથી હોતો. ઘણી વખત એક જ ડ્રાઇવર ૨૪ કલાક કે ૭૨ કલાક સુધી પણ ટ્રક ચલાવતો રહે છે.
ભારતમાં વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૧૯ સુધીમાં જયાં રસ્તાઓની લંબાઇ ૧૭ ટકા વધી છે, તો બીજી તરફ રજિસ્ટ્રડ ગાડીઓની સંખ્યામાં ૪૧ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫માં રજિસ્ટ્રડ ગાડીઓની સંખ્યા ૨૧ કરોડ હતી, જે વર્ષ ૨૦૧૯માં વધીને ૨૯.૬ કરોડ થઇ ગઇ છે.
વર્ષ ૨૦૧૫માં સડકની લંબાઇ ૫૪.૭ કિલોમીટર હતી, જે વર્ષ ૨૦૧૯માં ૧૭ ટકા વધીને ૬૩.૯ કરોડ થઇ છે. વર્ષ ૨૦૧૫માં રોડ અકસ્માતમાં મરનારા લોકોની સંખ્યા ૧, ૪૬,૧૧૩ હતી જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૧,૩૧, ૭૧૪ થઇ છે.કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ગયા મહિને કહ્યું હતું કે સરકાર આગામી ૬ મહિનામાં ઓટો કંપનીઓ માટે ૧૦૦ ટકા બાયોફ્યૂઅલથી ચાલતા વાહનો ઓફર કરવાનું ફરજિયાત બનાવશે, જેને કારણે પેટ્રોલના ભાવથી પરેશાન લોકોને રાહત મળશે.HS