અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પાયલ ઘોષ રામદાસ આઠવલેની પાર્ટીમાં જોડાઇ
મુંબઇ : ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષએ સોમવારે પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ની હાજરીમાં ભારતીય રિપબ્લિકન પાર્ટી (આઠવલે)માં જોડાઇને પોતાના રાજકીય સફરની શરૂઆત કરી હતી.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેઆ અવસર પર કહ્યું કે પાર્ટીમાં જોડાયા માટે હું પાયલ ઘોષને અભિનંદન આપું છું અને તેમનું સ્વાગત કરું છું. ભારતીય રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તાએ બુકે આપીને પાયલ ઘોષનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર મીડિયા કર્મી પણ પાર્ટી કાર્યાલયમાં હાજર હતા.
નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા જ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેમણે અનુરાગ કશ્યપની વિરુદ્ધ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ વિધાન કલમ 376 (I), 354. 341 અને 342 હેઠળ કેસ દાખલ કર્યો હતો. અનુરાગ કશ્યપે બીજી તરફ પાયલ ઘોષના તમામ આરોપોને નકાર્યો હતો.