Western Times News

Gujarati News

પારડીના ઉમરસાડી માછીવાડ સ્‍કુલ ફળિયા વિસ્‍તારમાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસ નોંધાતા બફર ઝોન નક્કી કરાયા

માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્‍કુલ ફળિયા વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી કલસ્‍ટર કન્‍ટાઇનમેન્‍ટ અને બફર ઝોન નક્કી કરી તા.૧૭/૦૬/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

જે અનુસાર પારડી તાલુકાના ઉમરસાડી, માછીવાડ સ્‍કુલ ફળિયા  ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં તેને કલ્‍સ્‍ટર કન્‍ટાઇનમેન્‍ટ ઝોન  તરીકે જાહેર કરવામાં આવતાં અવરજવર બંધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.

પારડી તાલુકાના ઉમરસાડીના કોળીવાડ, ભરાફળિયું, જગન ફળિયું, નવા ફળિયું, ભંડારવાડ, ગોકુલ સ્‍ટ્રીટ, બાવળી ફળિયા, મોરી ફળિયાના સમગ્ર વિસ્‍તારને બફર ઝોન તરીકે સમાવેશ કરાયો છે. આ વિસ્‍તારમાં આવશ્‍યક વસ્‍તુઓ ખરીદી માટે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી સોશિયલ ડીસ્‍ટન્‍સનું પાલન કરવાની શરતે અવરજવર માટેનો માર્ગ ખુલ્લો રખાશે.  આ સમયગાળા દરમિયાન દ્વિચક્રિય વાહન ઉપર એક વ્‍યક્‍તિ અને ત્રણ/ ચાર ચક્રીય વાહનમાં બે થી વધુ વ્‍યક્‍તિઓ પ્રવાસ કરી શકશે નહીં. સદરહુ વ્‍યક્‍તિના સંપર્કમાં આવેલા તમામ વ્‍યક્‍તિઓએ આરોગ્‍ય કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અથવા તાલુકા હેલ્‍થ ઓફિસરને માહિતી આપી કોરોન્‍ટાઇન કરવાનો આદેશ પણ કરાયો છે.

આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.