પારડી અશ્વમેઘ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ખેલ મહાકુભ જિલ્લા કરાટે ટુર્નામેન્ટમાં ૬ મેડલ
(પ્રતિનિધિ) વલસાડ, પારડી સોંઢલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયના કુલ ૯ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ જિલ્લા કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં નીલ પટેલ, ભુમિ પટેલ, હિતીકા પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો અક્ષય પટેલ અને ભાવેશ માલીએ દ્વિતીય ક્રમ અને પૂજા પટેલ એ ત્રીજા ક્રમ પ્રાપ્ત કરીને શાળા માટે કુલ ૬ મેડલ પ્રાપ્ત કર્યા હતા. અને જિલ્લા સ્તર પર સ્કૂલ તેમજ પોતાનું નામ રોશન કર્યું હતું.
શાળાના હર્ષદભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, અને આચાર્ય ફાલ્ગુનીબેન સોલંકીએ વિદ્યાર્થીઓને અને સ્કૂલના કરાટે ટ્રેનર સપતરાજ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા પ્રથમ અને દ્વીતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રાજય સ્તર કરાટે ટુર્નામેન્ટ ગાંધીનગર માટે પસંદગી પામતા તેઓને પણ શુભેચ્છા આપી હતી.*