પારડી વલ્લભ આશ્રમ શિક્ષણ સંકુલમાં અનોખી રીતે ઉજવાયો ગુરુપૂર્ણિમા ઉત્સવ
(પ્રતિનિધિ) વલસાડ, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે કિલ્લા પારડીની વલ્લભ આશ્રમ શિક્ષણ સંકુલે અનોખી રીતે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળા ચેરમેન પૂજ્ય સ્વામી હરિપ્રસાદદાસજીએ દિપ પ્રાગટ્ય કર્યું અને ત્યારબાદ ગુરુની મહાનતા સમજાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ખરેખર ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે એ બાબત સિદ્ધ થઈ હતી. શાળા કક્ષાએ જયારે ગુરુ મહાત્મય દર્શન થતું હતું તે દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલી ગુરુ સન્માનની પરંપરા નિભાવતા શહેર ભાજપના નેતાઓએ સ્વામીજીનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરળ રીતે ખુશનુમા વાતાવરણમાં સંપન્ન થયો હતો. જેને શાળા આચાર્ય શ્રી આર.પી. મૌર્ય, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોગદાની, દિનેશભાઈ સાકરિયા, કુશ સાકરિયા વગેરેઓએ પ્રોત્સાહિત કર્યો હતો.*