Western Times News

Gujarati News

પારિવારિક ઝઘડાથી કંટાળીને ત્રણ લોકોએ આપઘાત કર્યો

Files Photo

સુરત: કોરોના મહામારી બાદ સુરતમાં સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે. ક્યાંક આર્થિક ભીંસને કારણે તો ક્યાંક પારિવારિક ઝગડાને કારણે તો ક્યાંક બીમારીને કારણે આપઘાતની ૩ ઘટના સામે આવી છે.

જોકે આ તમામ ઘટનામાં કોરોના મહામારી જવાબદાર છે. કોરોના મહામારી વચ્ચે લોકો એટલી હદે બેકાર બન્યા છે કે, અપઘાત તેમના માટે માત્ર વિકલ્પ બની રહ્યો છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં ૩ જેટલા લોકોએ આપઘાત કરી લીધો છે.

જેમાં પહેલા બનાવમાં સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વરાછામાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતા હરેશ વલ્લભ આસોદરીયા ભાડાના મકાનમાં કારખાનું ચાલવતા હતા.

જોકે, કોરોના મહામારી વચ્ચે તેમનું કારખાનું ચાલતું નહિ હોવા સાથે સતત ભાડુ ચઢી રહ્યું હતું. જેને કારણે છેલ્લા કેટલાક સમયથી તે માનસિક તાણમાં રહેતા હતા. જોકે ધંધાકીય હાલત મુશ્કેલ બનતા આર્થિક સંકડામણના કારણે પોતાના કારખાનામાં ગઈકાલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેઓ મોડે સુધી ઘરે નહિ આવતા પરિવાર કારખાને પોંહચતા હરેશભાઇ ગળે ફાસો ખાઈને આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા.

જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જયારે બીજા બનાવમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતા અને મૂળ ઓરિસાના વતની એવા જીતેન્દ્ર નાયક લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું આર્થિક ભારણ પોષણ કરતા હતા.

લૉકડાઉન વચ્ચે તેમની પાસે કામધંધો નહિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી બેકાર હતા. પત્ની પણ સતત વતન જવા માટે પતિ સાથે ઝગડો કરતી હતી. જોકે, આવક અને રૂપિયાની તકલીફ હોવાને લઇને પતિ દ્વારા પત્નીને દિવાળી બાદ વતન જવા માટે કહ્યુ હતું. તે બાબતે પતિ પત્ની વચ્ચે મોટો ઝગડો થયો હતો.

જોકે, આ વાતનું લાગી આવતા પત્ની દ્વારા પોતાના મકાનમાં ગળે ફાસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે પતિ આવી જતા પત્નીને ઉતારી તાતકાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં સારવાર બાદ ગતરોજ પરિણીતાનું કરુણ મોત થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.