Western Times News

Gujarati News

પાર્કિંગ મુદ્દે થયેલા હત્યા કેસમાં એક પરિવારના પાંચને આજીવન કેદ થઈ

વડોદરા, શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં થયેલા રિક્ષા પાર્ક કરવાના ઝઘડામાં હત્યાના કેસમાં એક જ પરિવારના પાંચ લોકોને આજીવન કેદની આકરી સજા સંભળાવવામાં આવી છે. સામાન્ય ઝઘડા બાદ સ્થિતિ વણસતા એક શખ્સ પર પરિવારના સભ્યો તૂટી પડ્યા હતા. જેમાં પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હત્યા કેસમાં એક જ પરિવારના પાંચને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં બન્યો હતો, જેમાં રિક્ષા ડ્રાઈવર યાસીનભાઈ ભોલાભાઈ મેમણ (૪૭)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ પરિવાર સાથે તાંદલજામાં રહે છે. જેમના કુટુંબમાં પત્ની ખતીજાબેન અને ત્રણ સંતાનો હારુન, ઈલ્યાસ અને સાજીત તથા અન્ય બે ભાઈઓનો સમાવેશ થતો હતો.

આ દરમિયાન રિક્ષા ડ્રાઈવિંગ કરતા તેમના પુત્ર ઈલ્યાસ (૨૩) અને આમીર કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કબીર ચીકન શોપના માલિક ફારુક તથા તેમના ભાઈ મુન્નાભાઈ અને ફારુકના દીકરા ફરહારન સાથે દુકાન પર આવતા ગ્રાહકોને વ્યવસ્થિત વાહન પાર્ક કરાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરાર આટલું મોટું સ્વરુપ ધારણ કરી લેશે તેવું યાસીનભાઈ મેમણના પરિવારમાંથી કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

ઘટના પ્રમાણે ૨૨મી માર્ચ ૨૦૧૮ના દિવસે જે બન્યું તેણે તાંદલજામાં સૌ કોઈને હચમચાવી દીધા હતા. આ દિવસે બપોરે ઈલ્યાસ અને સલીમભાઈની દીકરી મુસ્કાન તથા પરિવારના અન્ય સભ્યો તરસાલીમાં તેમના સગાના ઘરે ગયા હતા.

આ દરમિયાન રિક્ષા પાર્ક કરવા બાબતે ઝઘડો થતા સ્થિતિ વધારે વણસે નહીં તે માટે ફારુકના મુસ્કાન અને ફિરોઝાબેન ફારુકને પકડીને ઘરમાં લઈ ગયા હતા. જાેકે, આ પછી આખરે સાંજે ના થવાનું થઈ ગયું હતું. સાંજે ૭ વાગ્યાની આસપાસ ઈલ્યાસ કે જેનો ઝઘડો ફારુક સાથે થયો હતો તે પડીકી ખાવા માટે નીચે આવ્યો હતો, આ દરમિયાન ફારુકે ઈલ્યાસને ચાકુ બતાવીને રસ્તામાં આંતર્યો હતો.

રિક્ષા પાર્કિગવાળા ઝઘડાના લીધે આવેશમાં આવી ગયેલા ફારુકે ઈલ્યાસ સાથે બોલાચાલી કરી હતી અને તણાવ વધતા બૂમાબૂમ થવા લાગી હતી, આ દરમિયાન ફારુકે તેની પાસે રહેલું ચાકુ ઈલ્યાસની છાતીમાં મારી દીધું હતું. આ દરમિયાન ફારુકના દીકરા ફરહાન અને મુન્નાએ ત્યાં આવીને ઈલ્યાસને માર માર્યો હતો.

મુન્નાએ ઈલ્યાસના માથામાં ઈંટ મારી દીધી હતી. જ્યારે અન્યએ ઈલ્યાસને મુક્કા માર્યા હતા. ફારુક અને દીકરાઓએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો ઈલ્યાસ રેતીના ઢગલામાં ઢળી પડ્યો હતો. અહીં પણ તેના પર ફારુકના પરિવારના સભ્યોએ ઈલ્યાસ પર હુમલાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા. આ પછી ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈલ્યાસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જાેકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ હત્યા કેસમાં ફારુક અબ્દુલગફુર શેખ, તેમના પત્ની ફરીદાબેન, દીકરો ફરહાન અને મુન્નો તથા નોકર પરવેઝ ઉર્ફે ટક્લા સામે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે વડોદરાની કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં ઈલ્યાસ પર હુમલો કરનારા એક જ પરિવારના પાંચ લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે આરોપીઓને ૬૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.