પાર્કિગની જગ્યામાં થયેલા બાંધકામો તોડી નાંખવા બિલ્ડરોને આદેશ
મ્યુનિ. કોર્પો.એ પ૪ બિલ્ડિંગમાં ર૯૦ યુનીટ સીલ કર્યાંઃ પાર્કિગના દબાણો નહી હટાવાય તો
સમગ્ર બિલ્ડિંગની બીયુ પરમીશન રદ કરવાની ચીમકી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તથા અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પો. દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પો.ની કાર્યવાહી સામે સવાલો ઉઠતા હવે કોર્પોરેશને બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. શોપીંગ સેન્ટરોમાં ભોયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી કરવા ઉપરાંત આ તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે અને આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ પરમીશન રદ કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે.
કોર્પો.દ્વારા છેલ્લા ચાર દિવસમાં પ૪ બિલ્ડીંગોમાં ર૯૦ યુનીટો સીલ કરવામાં આવ્યા છે અને આજે પણ આ કાર્યવાહી ચાલુ છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પો. તંત્રને ફટકાર લગાડી હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો પણ આપ્યા હતા
જેના પગલે મ્યુનિ. કોર્પો.નું તંત્ર અને પોલીસતંત્ર સફાળુ જાગ્યું હતું. શહેર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા પણ રસ્તા પરના બાંધકામો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જાકે કોર્પો.ની આ કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠયા હતાં
પ્રારંભમાં નાના વહેપારીઓના ઓટલાઓ તોડવા ઉપરાંત દુકાનો કાપી નાંખવામાં આવી હતી જેના પગલે મ્યુનિ. કોર્પો. સામે ઉગ્ર આક્ષેપો થયા હતા. મોટા બિલ્ડરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી શહેરભરમાં ભારે રોષ જાવા મળતા આખરે કોર્પો.નું તંત્ર છેલ્લા એક સપ્તાહથી સફાળુ જાગ્યુ છે. શહેરના તમામ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને પા‹કગની જગ્યામાં બાંધકામ થયેલા બિલ્ડીંગોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે એસ્ટેટ વિભાગ દ્વારા આવી બિલ્ડીંગોની યાદી તૈયાર કરાઈ હતી.
યાદી તૈયાર થતા જ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી આવા બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે શોપીંગ સેન્ટરોમાં પા‹કગની જગ્યા બતાવી તેમાં દુકાનો બનાવી દેવામાં આવી છે આવી તમામ દુકાનોને સીલ મારવામાં આવી રહયા છે આ ઉપરાંત રસ્તા ઉપર વધારાનું બાંધકામ કરનાર દુકાનદારો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. સૌ પ્રથમ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી શરૂ કરાઈ હતી અને ત્યારબાદ શહેરભરમાં એસ્ટેટ વિભાગોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
શહેરના મણીનગર, વાસણા, નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આવા યુનીટો સીલ કરવામાં આવી રહયા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા છેલ્લા ૪ દિવસમાં કુલ પ૪ બિલ્ડીંગોમાં ર૯૦ યુનીટો સીલ કરવામાં આવ્યા છે અને હજુ પણ આવા સંખ્યાબંધ બીલ્ડીંગોની યાદી તૈયાર છે. અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે પા‹કગની જગ્યામાં થયેલા બાંધકામોને તોડી નાંખવા આદેશ આપેલો છે
જાકે તે પહેલા તેઓએ આ માટે બિલ્ડરોને સમય આપેલો છે અને જણાવ્યું છે કે પાર્કિગની જગ્યામાં થયેલા બાંધકામો બિલ્ડરો તોડી નાંખે અને જા એમ કરવામાં નહી આવે તો મ્યુનિ. કોર્પો. કડક કાર્યવાહી કરશે. પાર્કિગની જગ્યામાં દુકાનો ચણી લેવામાં આવી હશે તો સમગ્ર બિલ્ડીંગની બી.યુ. પરમીશન રદ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ગઈકાલે મોડી રાત સુધી પણ આ કાર્યવાહી ચાલી હતી અને આજે સવારથી ફરી વખત આ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.
મ્યુનિ. કોર્પો. દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે પરંતુ હજુ નાગરિકોમાં શંકા પ્રવર્તી રહી છે આ બાંધકામો કયારે તોડી પાડવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટ નીતિ અને સમય મર્યાદા નકકી કરવામાં આવી નથી. તમામ શોપીંગ સેન્ટરોમાં પા‹કગની જગ્યા ખુલી થાય તેવી વાહન ચાલકોની માંગણી છે. આ ઉપરાંત તમામ બિલ્ડીંગોની બીયુ પરમીશન પણ ચેક કરવાની માંગણી ઉઠવા પામી છે.