પાર્ટીઓ કિસાનોના નામ પર રાજનીતિ ન કરે: કૃષિ મંત્રી
નવીદિલ્હી, ત્રણ કૃષિ કાનુના વિરોધ પંજાબ હરિયાણા સહિત અનેક રાજયોના કિસાનોના જારી પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે એકવાર ફરી કિસાનોને વાતચીતનું આમંત્રણ આપ્યું છે આ સાથે જ તોમરે રાજકીય પક્ષો પર કિસાનોના નામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તોમરે કહ્યું કે સરકાર કિસાન સંધો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે જેથી તેમના મુદ્દાનો ઉકેલ આવી શકે તેમણે કહ્યું કે અમે ત્રણ ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રિત કર્યા છે મને આશા છે કે તેઓ બેઠકમાં આવશે તોમરે આગળ કહ્યું કે હું રાજનીતિક પક્ષોને કિસાનોના નામ પર રાજનીતિ નહીં કરવાની વિનંતી કરૂ છું.
આ પહેલા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે ભારત સરકાર તેમની સાથે ચર્ચા માટે તૈયાર હતી તૈયાર છે અને તૈયાર રહેશે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે હું તમામ કિસાનોને વિનંતી કરૂ છું કે ઠંડીની આ સીજનમાં અને કોવિડ ૧૯ના સંકટમાં આંદોલન સ્થગિત કરવામાં આવે અને ચર્ચાનો રસ્તો અપનાવવામાં આવે ભારત સરકાર તેમની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે આ પહેલા પણ બે તબક્કામાં પોતાના સ્તર પર સચિવ સ્તર પર કિસાનોથી વાર્તા થઇ ચુકી છે ત્રણ ડિસેમ્બરે વાતચીત માટે કિસાન યુનિયનને અમે આમંત્રણ મોકલ્યુ છે.
તેમણે દાવો કર્યો કે ત્રણેય કૃષિ કાનુનો કિસાનોના હિતમા ંછે. સરકારના જણાવ્યા અનુસાર આ પરિવર્તન મોટા ખરીદદારોને લાવશે સુપરમાર્કેટ અને નિર્યાતકોને તેમના દ્વાર સુધી લઇ જશે જાે કે કિસાનો આ ત્રણેય બીલોને લઇને વિરોધ કરી રહ્યાં છે કિસાનોએ આંદોલન શરૂ કર્યા છે અને કહ્યું છે કે જયાં સુધી બિલ પરત નહીં ખેંચાય આંદોલન ચાલુ રહેશે.HS