પાર્ટીને મજબુત કરવા માટે અવાજ બુલંદ કરવામાં આવ્યો છે : સિબ્બલ
નવીદિલ્હી: ગાંધી પરિવારની વિરૂધ્ધ બળવો ફુંકનાર કપિલ સિબ્બલનું કહેવુ છે કે જી ૨૩ના નેતાઓએ પોતાના કોઇ ખાનગી એજન્ડા હેઠળ આમ કર્યું નથી તેમનું કહેવુ હતું કે રાજયસભા સાંસદ તરીકે તેમની અને આનંદ શર્માની ટર્મ ૨૦૨૨માં ખતમ થઇ રહી છે મનીષ તિવારી શશિ થરૂર લોકસભાથી સાંસદ છે ગ્રુપમાં સામેલ અનેક નેતા એવા પણ છે કે કોઇ ગૃહના સભ્ય નથી આવામાં રાજયસભા બેઠક હાંસલ કરવા માટે વિરોધ કરવાની વાત કયાંથી આવે છે તેમનું કહેવુ છે કે આ મુદ્દો ૨૦૧૯થી ઉઠી રહ્યો છે.
સિબ્બલનું કહેવુ છે કે જે ૨૩ નેતાઓએ કોંગ્રેસ વડા સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે તેને વિદ્રોહ નહીં પરંતુ કોંગ્રેસના ભલાઇના રૂપમાં જાેવા જાેઇએ પત્રમાં ભલે જ ૨૩ નેતાઓએ સહી કરી હોય પરંતુ પાર્ટીમાં એવા ખુબ લોકો છે જે તેમની વાતોથી ઇત્તફાક રાખે છે સિબ્બલનું કહેવુ છે કે તે પાર્ટીના કાર્યકર્તા છે તેમનું ધ્યેય સકારાત્મક અને રચનાત્મક રીતે પાર્ટીને સશક્ત બનાવવાનું છે. સ્ટાર પ્રચારકોની યાદીના સવાલ પર તેમણે કહ્યું કે પાર્ટી તેમને કોઇ જવાબદારી ન પણ સોંપે તો પણ તે તેને મજબુત બનાવવાનું કામ પોતાની પુરી ઉર્જાથી કરતા રહેશે
તેમણે કહ્યું કે કોંગ્રેસ જ એક માત્ર એવું સંગઠન છે જે રાષ્ટ્રીય સ્તર પર ભાજપનો વિકલ્પ બની શકે છએ આજે પાર્ટીને દરેક રીતે મજબુત બનાવવાની જરૂરત છે નેશનલ સ્તર પર આવા પક્ષોને એક ઝંડા નીચે લાવવાની આવશ્યકતા છે જે ભાજપથી સંબંધ રાખતા નથી તેમનું કહેવુ ચે કે કોંગ્રેસે દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કોંગ્રેસથી જાેડાયેલ દરેક વ્યક્તિની ઇચ્છા છે કે આ એતિહાસિક પાર્ટીને મજબુત કરવામાં આવે તેના માટે તેમના ગ્રુપના નેતાઓએ પોતાનો અવાજ બુંલદ કર્યો છે તે ઇચ્છે છે કે તેને ખાનગી હિતોની લડાઇ ગણાવી નબળી ન કરવામાં આવે
તેમણે કહ્યું કે આજે ભાજપ તમામ બંધારણીય માળખાને તહસ નહસ કરવામાં લાગી છે જમ્મુમાં તેમણે ખુદ ભાજપ પર એમ કહી હુમલો કર્યો હતો કે દેશનો અસેટ્સ કેટલાક લોકોના હાથમાં સમેટાઇ ગયો છે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે સારી વાત એ છે કે પાર્ટી નેતૃત્વ સંગઠનાત્મ ચુંટણી કરાવવા પર સહમત થઇ ગયું છે જનમાં તેના માટે તારી નક્કી કરવામા આવી છે તેમને લાગે છે કે કોંગ્રેસ વડાની સાથે આ મુદ્દા પર વધુ ચર્ચા થવી જાેઇએ પાંચ રાજયોની ચુંટણી બાદ આમ થવાની આશા છે જી ૨૩ના નેતાએ કહ્યું કે નેતૃત્વ વગર કોઇ પાર્ટી ખુદને જીવતી રાખી શકે નહીં