પાર્ટીમાં કરીના કપૂર અને મલાઈકાએ ટિ્વનિંગ કર્યું
મુંબઈ, કરીના કપૂર પાર્ટી કરવા માટે જાણીતી છે. પ્રોફેશનલ વર્કમાંથી સમય મળતા જ તે મિત્રોને મળવા પહોંચી જાય છે. કરીના કપૂરે BFF મનિષ મલ્હોત્રા, કરણ જાેહર, અરોરા સિસ્ટર્સ મલાઈકા અને અમૃતા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કર્યો હતો. સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ગેટ-ટુગેધરની ઝલક ઈન્સ્ટાગ્રામ પર દેખાડી છે.
જેમાં તમામ મિત્રો કેમેરા સામે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે મિત્રો સાથે એક પર્ફેક્ટ સાંજ. કરિશ્મા કપૂર હાજર ન રહી શકી હોવાથી બધાએ તેને ખૂબ મિસ કરી હોવાનો ઉલ્લેખ પણ કેપ્શનમાં કરવામાં આવ્યો છે. કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તે બ્લેક કલરના લેધર પેન્ટ અને મેચિંગ ટી-શર્ટમાં જાેવા મળી રહી છે. જ્યારે મલાઈકાએ પણ તેની સાથે ટિ્વનિંગ કર્યું છે. તો કરણ જાેહરે Guccieનો કો-ઓર્ડ સેટ પહેર્યો છે. આ સિવાય અમૃતા અરોરા ગુલાબી કલરના ફ્રોક અને યલ્લો જેકેટમાં છે તો મનિષ મલ્હોત્રાએ બ્લેક ટી-શર્ટ, ડેનિમ અને જેકેટ પહેર્યું છે. આ સાથે તેણે લખ્યું છે ‘ફોરએવર ફ્રેન્ડ્સ. મારા ફેવરિટ. મારી લોલોને મિસ કરી રહી છું. મલાઈકા અરોરાએ પણ તસવીરો શેર કરી છે.
જેમાં તે કરીના કપૂર, મનીષ મલ્હોત્રા અને અમૃતા અરોરા જાેવા મળી રહ્યા છે. આ સાથે તેણે લખ્યું છે પાઉટ ગેમ સ્ટ્રોન્ગ. આ સિવાય તેણે બે તસવીરોનું એક કોલાજ શેર કર્યું છે. જેમાં તેને અને કરીનાને એકસરખા કપડામાં જાેઈ શકાય છે. આ સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘એવો કોઈ સમય છે જ્યારે આપણે ટિ્વનિંગ ન કર્યું હોય લવ. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રાહ જાેવાઈ રહી છે.
જે હોલિવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૪મી એપ્રિલ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. કરીના કપૂર આ સિવાય હંસલ મહેતા અને એકતા કપૂર સાથે પણ અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં જાેડાઈ છે. આ સિવાય તે કરણ જાેહરની મલ્ટી-સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જાેવા મળશે.SSS