પાર્ટીમાં દારૂ પતી ગયો તો નશામાં લોકોએ સેનિટાઇઝર પી લીધું: 7નાં મોત
નવી દિલ્હી, રશિયાના એક ગામનો અચરજ પમાડતો એક કિસ્સો સામે આવ્યો છે. રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં દારૂની પાર્ટીમાં દારૂ ખૂટી પડતા પાર્ટી કરી રહેલા લોકો સેનિટાઇઝર પીવા લાગ્યા હતા. જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે બે વ્યક્તિઓ કોમામાં છે.
મળતી માહિતી પ્રમાણે, રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં 9 લોકો દારુની પાર્ટી કરી રહ્યા હતા. આ પાર્ટીમાં દારુ પત્યા પછી આ લોકોએ દારુના નશામાં સેનિટાઈઝર પીવા માંડ્યુ હતુ. જેના કારણે સાત લોકોના મોત થયા છે અને બાકીના બે વ્યક્તિ કોમામાં છે. લોકોએ જે સેનિટાઈઝર પી લીધુ હતુ તેમાં 69 ટકા મિથેનોલ હતો. જે જીવાણુઓને મારવા માટે વપરાય છે.
મરનારા પૈકીના 3ના મોત ઘટનાસ્થળ પર જ થયા હતા. બાકીના 6ને એરલિફ્ટ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ચાર લોકોને બચાવી શકાયા નહોતા. બાકીના બે વ્યક્તિઓ હજી પણ કોમામાં છે.