પાર્ટીમાં બે ફાડ થયા બાદ પ્રિંસ પાસવાન પહેલીવાર બેઠકમાં સામેલ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/chiragpaswan.jpg)
પટણા: વોક જનશક્તિ પાર્ટ (એલજેપી)ના પશુપતિ પારસ જુથના પ્રદેશ અધ્યક્ષ પ્રિંસ પાસવાન એક ઓગષ્ટે પોતાના તમામ જીલ્લા અધ્યક્ષોની સાથે પટણામાં પ્રદેશ સમિતિની બેઠક કરશે દાવો કરવામાં આવી રહ્યો છે કે બેઠકમાં સમગ્ર બિહારથી ૩૩ જીલ્લા અધ્યક્ષ સામેલ થશે આ ઉપરાંત પ્રદેશ કાર્ય સમિતિમાં તમામ નેતા પણ હાજર રહેશે. કહેવાય છે કે તેના દ્વારા પંચાયત સ્તર સુધી પાર્ટીને મજબુત બનાવવાનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે પાર્ટી તુટયા બાદ પહેલીવાર પ્રિંસ પાસવાન જાહેર મંચ પર જાેવા મળશે
એલજેપીમાં જારી વિવાદ વચ્ચે આ પહેલીવાર છે જયારે ચિરાગ પાસવાનના નાના ભાઇ પ્રિંસ પાસવાન પટણામં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં જાેવા મળશે. જયારથી એલજેપી બે જુથોમાં વિભાજીત થઇ છે ત્યારથી સમસ્તીપુરના સાંસદ અને પારસ જુથના બિહાર પ્રદેશ અધ્યક્ષ પ્રિંસ રાજ નજરે આવ્યા ન હતાં. પછી ભલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી હોય કે રામવિલાસ પાસવાનની જયંતી પર કાર્યક્રમ હોય તે જાેવા મળ્યા ન હતાં હવે પહેલીવાર છે કે તે પાર્ટીના વિવાદ વચ્ચે જાહેર મંચ ઉપર જાેવા મળશે
એ યાદ રહે કે પશુપતિ પારસ અને ચિરાગ પાસવાનના જુથોની લડાઇમાં પાર્ટીનો વિવાદ ચુંટણી પંચ સુધી પહોંચી ગયો હતો રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને પાર્ટીમાં થયેલ ધમાસાનને લઇ પંચની પાસે પોતાની ફરિયાદ પણ પહોંચાડી હતી પરંતુ ચુંટણી પંચે અત્યાર સુધી કોઇ પણ પક્ષમાં નિર્ણય લીધો નથી આ દરમિયાન બંન્ને જુથો પોતાના જુથને મજબુત કરવા અને તેના વિસ્તારમાં સતત લાગ્યા છે હવે આગળ જાેવાનું રહેશે કે શું થાય છે.ચિરાગ પાસવાનને પશુપતિ પારસે એકલો પાડી દીધો છે અને એલજેપી પર પોતાનો દાવો કર્યો છે. રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીમાં બે જુથ પડી ગયા છે.