પાર્ટીમાં શહેનાઝને પ્રેમથી ગળે મળ્યો શાહરૂખ ખાન

મુંબઈ, કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રના નેતા Baba Siddiqui એ બે વર્ષ બાદ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સેલેબ્સ હાજર રહ્યા હતા, પરંતુ દરેકની નજર Salman Khan અને Shahrukh Khan પર રહી હતી.
‘દબંગ ખાન’ની એન્ટ્રી થતાં જ પાર્ટીનો માહોલ બદલાઈ ગયો હતો તો SRK પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેણે પાર્ટીમાં હાજર અન્ય સેલેબ્સ સાથે વાતચીત કરી હતી. જેમાથી તેનો Shehnaz Gill સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સના દિલ જીતી લીધા છે.
વાત એમ છે કે, Baba Siddiqui એ જ બંનેની મુલાકાત એકબીજા સાથે કરાવી હતી. શહેનાઝને પહેલીવાર મળી રહ્યો હોવા છતાં શાહરૂખે તેને ઉષ્માભર્યું હગ આપ્યું હતું. તો શહેનાઝ પણ એક્ટરના Gesture થી ખુશ થઈ હતી. ઈફ્તાર પાર્ટીમાં શહેનાઝ ગિલ વ્હાઈટ કલરનું સલવાર-કમીઝ પહેરીને આવી હતી. આ સાથે સિલ્વર જ્વેલરીથી તેણે લૂકને પૂરો કર્યો હતો. સિમ્પલ લૂકમાં પણ તે સ્ટનિંગ લાગી રહી હતી.
તો બીજી તરફ SRK તેની ફેવરિટ બ્લેક પઠાણીમાં આવ્યો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે, શાહરૂખ અને શહેનાઝ એકબીજાને ભેટે છે અને બાદમાં હાથ મિલાવીને થોડી વાતચીત પણ કરે છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું છે ‘ક્વીન શહેનાઝ ગિલ માટે ખુશ છું’, તો એક ફેને શહેનાઝને ‘ક્વીન’ અને શાહરૂખને ‘કિંગ’ ગણાવ્યો છે, એક ફેને કોમેન્ટ કરી છે ‘બંનેને સાથે જાેઈને મજા આવી ગઈ’. શહેનાઝના એક ફેન પેજે લખ્યું છે ‘આ વીડિયોએ મને ઈમોશનલ કરી દીધી’.SSS